For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તલાટીની પરીક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે ધો.12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા માટે કરી શકશે અરજી

11:07 AM Dec 12, 2023 IST | Bhumika
તલાટીની પરીક્ષા માટે લેવાયો મોટો નિર્ણય  હવે ધો 12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા માટે કરી શકશે અરજી

Advertisement

તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય કરવામાં વ્યો છે. આ નિર્ણય અનુસાર તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે.

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો. અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.

Advertisement

Advertisement
Advertisement
Advertisement