For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિબેટમાં બિડેન-ટ્રમ્પ વચ્ચે સટાસટી : એક બીજાને મૂર્ખ-જૂઠ્ઠા કહ્યા

05:24 PM Jun 28, 2024 IST | Bhumika
ડિબેટમાં બિડેન ટ્રમ્પ વચ્ચે સટાસટી   એક બીજાને મૂર્ખ જૂઠ્ઠા કહ્યા
Advertisement

મોંઘવારી-ગર્ભપાત-અર્થતંત્ર સહિતના મુદ્દે ભારે ગરમાગરમી, વ્યક્તિગત હુમલા પણ કર્યા

અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી આગામી નવેમ્બર માસમાં યોજવાની છે. યુએસએની પરંપરા મુજબ 27 જૂન એટલે કે ગઇકાલે બંને પક્ષોના પ્રેસિડેન્શિયયલ ઊમેદવારો વચ્ચે જાહેર ચર્ચા યોજાઇ જે સમગ્ર યુએસએ એ જોઈ.આ ચર્ચામાં જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રિતસર વાક્યુધ્ધ છેડ્યું હતું અને એકબીજાને મુર્ખ તેમજ જુઠ્ઠા કહ્યા હતાં.

Advertisement

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજા પર પ્રહારો કર્યા હતા.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય તાપમાનમાં વધારો થયો છે. રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની પ્રથમ ચર્ચા દરમિયાન અર્થતંત્ર, સરહદ, વિદેશ નીતિ, ગર્ભપાત અને રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને જુઠ્ઠા અને અમેરિકન ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ કહ્યા.

ગુરુવારે રાત્રે બિડેન અને ટ્રમ્પ વચ્ચે લગભગ 90 મિનિટની ચર્ચા દરમિયાન બંનેએ એકબીજા પર અંગત પ્રહારો કર્યા હતા. બિડેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મૂર્ખ અને હારેલા કહ્યા. ટ્રમ્પનો ઉલ્લેખ કરતા, ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર બિડેને કહ્યું, હું તાજેતરમાં ડી-ડે માટે ફ્રાન્સમાં હતો અને મેં તેમના જીવનનું બલિદાન આપનારા તમામ નાયકો વિશે વાત કરી. હું બીજા વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા નાયકોના કબ્રસ્તાનમાં ગયો હતો, જ્યાં તેણે (ટ્રમ્પ) જવાની ના પાડી દીધી હતી.

ન્યૂયોર્કમાં પોર્ન સ્ટારને હશ-મની ચૂકવણીના કેસમાં ટ્રમ્પની દોષિતતાને ટાંકીને, બિડેને તેમને ગુનેગાર કહ્યા હતા, જેનો ટ્રમ્પે બાયડેનને ગુનેગાર કહીને વળતો જવાબ આપ્યો હતો. બંદૂકની ખરીદી સંબંધિત કેસમાં બિડેનના પુત્ર હન્ટર બિડેનને દોષિત ઠેરવવાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, જ્યારે તે દોષિત ગુનેગાર વિશે વાત કરે છે, ત્યારે તેનો પુત્ર (હન્ટર બિડેન) ખૂબ જ ઉચ્ચ સ્તરનો ગુનેગાર છે.

બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર US Presidential Election અંતર્ગત ચર્ચા દરમિયાન, બિડેને ટ્રમ્પ પર આરોપ લગાવ્યો કે તેઓ જાણતા નથી કે તેઓ શું વાત કરી રહ્યા છે. બિડેને કહ્યું, તેઓ (ટ્રમ્પ) ને બિલકુલ ખ્યાલ નથી કે તેઓ શું વાત કરી રહ્યા છે. આટલી મૂર્ખતા મેં ક્યારેય સાંભળી નથી. આ તે વ્યક્તિ છે જે નાટોમાંથી બહાર નીકળવા માંગે છે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બિડેનની ઇમિગ્રેશન નીતિઓની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે આનાથી દેશ અસુરક્ષિત છે. ઉંમરના સંદર્ભમાં, 81 વર્ષીય બિડેને યાદ અપાવ્યું કે 78 વર્ષીય ટ્રમ્પ તેમના કરતા માત્ર ત્રણ વર્ષ નાના છે. આ ડિબેટ નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાની પહેલી ડિબેટ હતી જેમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બન્ને પક્ષ દ્વારા પોતપોતાના ઉમેદવારો મજબુત હોવાના દાવા કરાયા હતા પરંતુ ડિબેટમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેનનો નબળો દેખાવ સામે આવતા સમગ્ર પક્ષમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી અને પક્ષના સુત્રો એ એમ પણ જણાવ્યુ હતુ કે ડેમોક્રેટિક પાર્ટી આ નબળા પર્ફોમન્સ પછી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારને બદલાવી પણ શકે છે. જોકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીશે જણાવ્યું હતુ કે શરુઆતમાં જો બિડેન થોડા પાછળ જણાતા હતા પરંતુ બાદમાં તેમણે બાજી સંભાળી લીધી હતી.

જો બિડેન ડિબેટ દરમિયાન છ વખત થોથવાયા
અમેરિકાના પ્રમુખ જો બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ વર્ષની નિર્ધારિત ચર્ચાઓમાંથી પ્રથમ ચર્ચામાં વર્તમાન પ્રમુખ જો બિડેનને તેના વ્યવહાર માટે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. બીડેન અને ટ્રમ્પ અમેરિકાના સમય મુજબ રાત્રે ઈગગ દ્વારા આયોજિત પ્રેક્ષકો-મુક્ત સ્ટુડિયોમાં ચર્ચા માટે એટલાન્ટામાં ભેગા થયા હતા. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને ઉમેદવારોએ આજે પોતપોતાનાં જુદા જુદા મત વ્યક્ત કર્યા હતા. ચર્ચાની કાયમી અસર જોવાની બાકી છે, જ્યારે ચર્ચા સમાપ્ત થઈ ત્યારે બિડેનની સમગ્ર ડિબેટ દરમિયાન શારીરિક અસ્થિર વલણ લોકોમાં ચર્ચાનોવિષય બન્યું છે. કુલ છ વખત તેઓ ટ્રમ્પ સામે જવાબ આપતા અચકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement