For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુવનેશ્ર્વરના મેજિકલ બોલની કમાલ રાજસ્થાનનો એક રનથી પરાજય

01:02 PM May 03, 2024 IST | Bhumika
ભુવનેશ્ર્વરના મેજિકલ બોલની કમાલ રાજસ્થાનનો એક રનથી પરાજય
Advertisement

જયસ્વાલના 67 અનેે રિયાન પરાગની 77 રનની પારી કામ ન આવી

આઈપીએલ 2024ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ જીતેલી મેચ હારી ગઈ હતી. હૈદરાબાદે રાજસ્થાનને માત્ર 1 રનથી હરાવ્યું. મેચના છેલ્લા બોલ પર રાજસ્થાનને 2 રનની જરૂૂર હતી અને રોવમેન પોવેલ સ્ટ્રાઈક પર હતો. પરંતુ ભુવનેશ્વર કુમારે આ ખેલાડીને છેલ્લા બોલ પર આઉટ કર્યો અને હૈદરાબાદે મેચ એક રનથી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રન બનાવ્યા અને જવાબમાં રાજસ્થાને 200 રન બનાવ્યા.

Advertisement

હૈદરાબાદે આ સિઝનમાં 10 મેચમાં છઠ્ઠી જીત નોંધાવી છે. આ જીત સાથે પેટ કમિન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમને આ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હૈદરાબાદની જીતની સ્ક્રિપ્ટ ભુવનેશ્વર કુમારે લખી હતી, જેણે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે જોસ બટલર અને સંજુ સેમસનને 0 રને આઉટ કર્યા હતા. આ પછી ભુવીએ છેલ્લી ઓવરમાં કમાલ કરી બતાવી.

રાજસ્થાનને 6 બોલમાં 13 રનની જરૂૂર હતી અને રોવમેન પોવેલ ક્રીઝ પર હતો, જે તેની તોફાની હિટિંગ માટે જાણીતો છે. પરંતુ ભુવીએ આ ખેલાડીને પણ રોક્યો હતો. તેણે છેલ્લા બોલ પર પોવેલને આઉટ કરીને હૈદરાબાદની જીત પર મહોર મારી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગે શાનદાર ઈનિંગ રમી હતી. જયસ્વાલે 67 રન અને પરાગે 77 રન બનાવ્યા હતા પરંતુ આ બંને નિર્ણાયક ક્ષણોમાં આઉટ થઈ ગયા હતા, ત્યારબાદ હૈદરાબાદે મેચમાં શાનદાર વાપસી કરી હતી. જો કે આ મેચમાં અન્ય એક યુવા ખેલાડીએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. હૈદરાબાદના નીતિશ રેડ્ડીએ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. નીતિશ રેડ્ડીએ 42 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 8 છગ્ગા આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement