For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રૌઢાને અંધશ્રદ્ધામાં ફસાવી હત્યા કરી લૂંટ ચલાવનાર ભૂવાને આજીવન કેદની સજા

11:54 AM May 10, 2024 IST | Bhumika
પ્રૌઢાને અંધશ્રદ્ધામાં ફસાવી હત્યા કરી લૂંટ ચલાવનાર ભૂવાને આજીવન કેદની સજા
Advertisement

રાજકોટમાં રહેતા પ્રૌઢાને તેની પાસે રહેલા સોનાના દાગીના શાપિત હોવાનું કહી ભૂવાએ અંધશ્રધ્ધામાં ફસાવી હતી. જે દાગીના આપવા ગયેલા પ્રૌઢાની હત્યા કરી દાગીનાની લુંટ ચલાવ્યાના ગુનામાં પ્રૌઢા સાથે સંભોગ કર્યાના પુરાવા મળતાં રાજકોટ કોર્ટે આરોપી ભુવાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા પ્રૌઢાને આરોપી તુષાર કિશોરભાઈ મકવાણાએ તેની પાસે રહેલા સોનાના દાગીના શાપિત હોવાનું કહી અંધશ્રધ્ધામાં ફસાવી હતી અને તે દાગીના આપી દેવા જણાવ્યું હતું. જેને પગલે પ્રૌઢા ગત તા.14-5-2013ના દાગીના લઈ ભુવા તુષાર મકવાણા પાસે ગઈ હતી. ત્યારે ભુવાએ પ્રૌઢાને પોતાની કારમાં પ્રૌઢાને આટકોટ નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ ગળુ દબાવી હત્યા કરી હતી. આ ઉપરાંત પ્રૌઢાને છરી વડે શરીરના વિવિધ ભાગો ઉપર ઈજાઓ કરી હતી. બાદમાં તુષાર મકવાણા પ્રૌઢાની લાશને ત્યાં જ ફેંકી દઈ નાશી છુટયો હતો. બીજા દિવસે લાશ અવાવરૂ સ્થળેથી મળી આવતાં પોલીસે લાશ પાસેથી કબજે લીધેલા ફોનમાં છેલ્લે થયેલ વાતચીતનો નંબર ફરીથી ડાયલ કર્યો હતો અને આ મોબાઈલ મૃતક પ્રૌઢાના પતિ શામતભાઈને લાગ્યો હતો. પોલીસે ઘટના અંગે પરિવારને જાણ કરી પ્રૌઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો અને મૃતકના કપડા કબજે કરવામાં આવ્યા હતાં.

Advertisement

કબજે કરાયેલા ચણીયા ઉપર વિર્યના ડાઘ મળી આવતાં મૃતક પ્રૌઢાના પતિએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક પ્રૌઢા રાત્રિનાં બારેક વાગ્યાના અરસામાં પોતે હોસ્પિટલ જાય છે તેમ પોતાની દિકરીને કહી ઘરેથી નીકળી ગયા હતાં. દીકરીનું બે દિવસ બાદ નિવેદન લેતાં જાણવા મળેલ કે દીકરીના કરિયાવરના દાગી ઘરમાં નથી તપાસ દરમિયાન ઉપરોકત પ્રૌઢા આરોપી તુષાર સાથે ગયા હોવાનું ખુલતાં પોલીસે આરોપી તુષાર મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને તેની પાસેથી છરી અને કાર કબજે કરી હતી. જે ગુનામાં આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા મળી આવતાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતાં સરકાર પક્ષે સરકારી વકીલ એસ.કે.વોરાએ જણાવ્યું હતું કે મૃતક પ્રૌઢાના ચણીયા પર વિર્યના ડાઘ મળેલા છે તે ઓ બ્લડ ગ્રુપનું છે અને આરોપીનું લોહી પણ ઓ ગ્રુપનું છે. આ સંજોગોમાં આરોપીનું વિર્ય મૃતકના ચણિયા ઉપર મળી આવેલ તે સાયોગીક ન કહી શકાય. આ ઉપરાંત આરોપી પાસેથી જે છરી કબજે કરાયેલ છે તેમાં પણ મૃતકનું બ્લડ મળી આવેલ છે. મૃતક પાસેથી દાગીના લુંટી લેવામાં આવેલા હતાં તે દાગીના આરોપીએ લોન મેળવવા માટે બેંકમાં ગીરવે મુકેલ હતાં તેમજ અમુક દાગીના વેચી માર્યા હતાં. જે કબજે લેવામાં આવેલા દાગીના મૃતક પ્રૌઢાની પુત્રીએ ઓળખી બતાવેલ છે. સહિતની રજૂઆતોને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ બી.બી.જાદવે આરોપી ભુવાને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement