For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ભુણાવા ગામે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને હોટલના માલિકને પેટમાં સોડાબોટલ ઝીંકી

12:15 PM Jan 02, 2024 IST | Sejal barot
ગોંડલના ભુણાવા ગામે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને હોટલના માલિકને પેટમાં સોડાબોટલ ઝીંકી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા હાઈવે પર આવેલ હોટલ પર સાત દિવસ પહેલા બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે થયેલી માથાકુટમાં રામદેવ હોટલના માલીક પર તુટેલી સોડાબોટલ પેટમાં મારી હુમલો કરવા અંગે પોલીસે અંતે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ભુણાવા ગામે રહેતા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જગદીશસિંહ જાડેજા (ઉ.વ. 29)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રહેતા મિત્ર સુખપાલ શર્માનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ફરિયાદી પાસે 20 હજાર માંગતો હોય જેની ઉઘરાણી કરવા તા. 26ની રાત્રે ભુણાવા ગામે ગેઈટ પર આવી ફરિયાદીને બેફામ ગાળો દીધી હતી આ વખતે લોકો ભેગા થઈ જતા સુખપાલને સમજાવીને ગામમાંથી જતા રહેવા કહ્યું હતું.
ત્યારબાદ રાત્રીના 10 વાગે ફરી આરોપી ભુણાવા ગામે હાઈવે પર આવેલ ફરિયાદીની રામદેવ હોટલે બઘડાટી બોલાવી બેફામ ગાળાગાળી કરતા ફરિયાદીપોતાની હોટલે દોડી ગયા હતાં. અને બન્ને વચ્ચે ઝપાઝપી થતા આરોપીએ ફરિયાદીને પેટમાં તુટેલી સોડાબોટલ મારી દીધી હતી. જ્યારે ફરિયાદીએ પણ આરોપીને બચકુ ભરી લીધું હતું.
આબનાવ બાદ બન્ને મિત્રો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોય સમાધાન નહી થતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement