For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભીમ અગિયારસ પોલીસને ફળી; જિલ્લામાં જૂગટું ખેલતા 72 શખ્સોની ધરપકડ

12:04 PM Jun 17, 2024 IST | Bhumika
ભીમ અગિયારસ પોલીસને ફળી  જિલ્લામાં જૂગટું ખેલતા 72 શખ્સોની ધરપકડ
Advertisement

રાજકોટમાં 11 સ્થળે દરોડા : 3.16 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લામાં ભીમ અગિયારસ પહેલા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થઈ ગયા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પોલીસ તંત્ર દ્વારા જુગારીયાઓ પર ધોંસ બોલાવી રહી છે. જેમાં ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ જિલ્લામાં 11 સ્થળે ચાલતાં જુગારના હાટડા પર દરોડા પાડી 72 શખ્સોની ધરપકડ કરી 3,16,000ની રોકડ રકમનો મુદ્ધામાલ કબજે કરવામાં આવ્યો છે.

Advertisement

રાજકોટ જિલ્લામાં શ્રાવણ મહિનો નજીક આવતાં જ ગામડાઓમાં જુગારની મોસમ ખીલી ઉઠે છે. દર વર્ષે સાતમ આઠમ આવે તે પહેલા જ ઠેર ઠેર જુગારના પાટલા મંડાય જાય છે. જેમાં ભીમ અગિયારસે સૌથી વધુ જુગાર જિલ્લામાં રમાય છે. જુગાર રમવાનો એક શોખ બની ગયો છે ત્યારે પોલીસ તંત્ર પણ જુગારીઓ સામે રીતસરની ધોંસ બોલાવી રહી છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જુગારના હાટડાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ જિલ્લામાં ચાલતાં જુગારના હાટડા ઉપર તુટી પડવા સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લામાં 72 શખ્સોની ધરપકડ કરી 3,16,330નો મુદ્ધામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ગઈકાલ સવારથી લઈને મોડી રાત સુધીમાં 11 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કોટડા સાંગાણી, ગોંડલ, જસદણમાં ત્રણ સ્થળે સુલતાનપુરમાં બે સ્થળે, પડધરી, આટકોટના સાણથલી ગામે અને ગોંડલના મોવીયા ગામે દરોડા પાડવામાં આવ્યા હતાં. આ કામગીરી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement