For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરના જ બેદરકાર: કંટ્રોલ રૂમનો કોઇએ ફોન ન ઉપાડતા ભાવનગરના રેન્જ આઇજી રૂબરૂ દોડ્યા

12:30 PM Dec 25, 2023 IST | Sejal barot
ઘરના જ બેદરકાર  કંટ્રોલ રૂમનો કોઇએ ફોન ન ઉપાડતા ભાવનગરના રેન્જ આઇજી રૂબરૂ દોડ્યા

ભાવનગર રેંજ આઇજી એ ભાવનગર પોલીસ કંન્ટ્રોલ રૂૂમમાં ફોન કરી મોડી રાત સુધી વાગી રહેલા લાઉડસ્પિકર અંગે કાર્યવાહી કરવા માટે ફોન કર્યો હતો પરંતુ કંન્ટ્રોલ રૂમમાં કોઇએ ફોન રિસીવ્ડ કર્યો ન હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ ફોન રિસીવ્ડ કરતાં ન હોવાના કારણએ ગુસ્સે ભરાયેલા રેંજ આઇજી પોતે તેમના ગાર્ડના સ્કુટર પર બેસી કંન્ટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને તેમણે ફરજ પરના કર્મચારીઓને ઉધડો લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
ભાવનગર રેંજ આઇજી ગૌતમ પરમારે મોડી રાત્રે ખુબ જ જોરથી લાઉડ સ્પિકર વાગતું હોવાના કારણે તેમણે પોલીસ કંન્ટ્રોલ રૂૂમને કાર્યવાહી કરવા માટે ફોન કર્યો હતો. જો કે, વારંવાર ફોન કરવા છતાં કોઇએ જવાબ આપ્યો ન હતો. આખરે તેઓ ગાર્ડના સ્કુટર પર બેસી કંન્ટ્રોલ રૂમ પહોંચ્યા હતા.
પીએસઆઇ જેબલીયાને બનાવની જાણ કરતા તે તેમની ખાનગી કાર લઇને આવ્યાં હતા અને ત્યાર બાદ તેમણે સમગ્ર શહેરમાં નાઇટમાં પોલીસ કેવી કામગીરી કરે છે ? તેનું નિરિક્ષણ કર્યું હતું અને રાત્રે પેટ્રોલિંગને વધુ ચૂસ્ત બનાવવાની સુચના આપી હતી. બનાવની જાણ ડીએસપી કરવામાં આવી હતી અને તેમણે તપાસનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કંન્ટ્રોલ રૂૂમમાં ફરજ બજાવતાં અને જવાબદાર પોલીસ અધિકારી કે, જવાનને શો-કોઝ નોટીસ આપી 25000થી લઇને બેઝીક સેલેરી પ્રમાણે દંડ કેમ વસુલ ન કરવો તેનો જવાબ રજૂ કરવા માટેની સુચના આપવામાં આવી છે. આમ, પોલીસ કંન્ટ્રોલ રૂૂમનો આઇજીને ખુબ જ ખરાબ અનુભવ થતાં આ બાબતે પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement