રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરના સનેસ ગામે કારનું ટાયર ફાટતાં મહિલાનું મોત

12:15 PM Dec 19, 2023 IST | Sejal barot
closeup of the feet of a dead body covered with a sheet, with a blank tag tied on the big toe of his left foot, in monochrome, with a vignette added
Advertisement

ભાવનગર જિલ્લાના સનેસ ગામ નજીક દીકરાની દવા લેવા જઈ રહેલ પરિવારની કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મારી જતા મહિલાનું મોત નિપજયુ હતું. અક્સ્માત ના આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બોટાદમાં રહેતા વિજયભાઈ પોપટભાઈ કળથીયા તેના મિત્ર પાડોશી વિરેનકુમારની કાર લઈને ભાવનગર વિરેનકુમારના પુત્રની દવા લેવા તેના પત્ની સાથે આવતા હતા તે દરમિયાન નિરમાના પાટીયા પાસે કારનું પાછળનું ટાયર અચાનક ફાટી જતા ગાડી પલ્ટી મારી ગઈ હતી.
જેના કારણે ગાડીમાં બેસેલ વિરેનકુમારના પત્ની આરતીબેનને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં ભાવનગરમાં લીવર ની બિમારી ના ત્રાસથી કંટાળી ઘરના બાથરૂૂમમાં જઇ શરીરે આગ ચાંપી દઇ વિપ્ર મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરશહેરના સુભાષનગર અજયવાડી પાછળ, હરિરામનગરમાં રહેતા હંસાબેન વૃજલાલ ત્રિવેદી ઉ.વ.70 ને ઘણા સમયથી લીવરની બિમારીથી પિડાતા હોય જેના કારણે તેઓ માનસીક રીતે કંટાળી ગયા હતા. હંસાબેને બિમારીથી કંટાળી અને ઘરે એકલા હતા ત્યારે એકલતાનો લાભ લઇ, બાથરૂૂમમાં જઇ પોતાના શરીરને આગ ચાંપી દઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Tags :
Bhavnagar'sSanesvillageWoman dies after tyre of car bursts in
Advertisement
Next Article
Advertisement