રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં બેન્ક મેનેજરના ત્રાસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત

11:55 AM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગરમાં ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને બેંક મેનેજર સહિત બે શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યા વહોરી લીધા નો બનાવ બનવા પામ્યો છ આ અંગે જાણવા મળતીવિગતો મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ નવયુગ સોસાયટીમાં રહેતા જીજ્ઞાસાબેન અલ્પેશભાઇ પડાયાએ બોરતળાવ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અલ્પેશભાઇએ ભાવનગર રેલ્વે હોસ્પિટલ પાસે આવેલ કેનેરા બેન્કમાં એ.સી. રિપેરીંગનું કામ રાખેલ હતું. તમામ એ.સી.નું રિપેરીંગ થઇ ગયા બાદ અલ્પેશભાઇએ એ.સી.નું ટેમ્પરેચર 24 થી 26 રાખવા જણાવ્યું હતું. પરંતુ અલ્પેશભાઇની સુચના અવગણીને એ.સી.નું ટેમ્પરેચર 16 ઉપર રાખતા એ.સી.માં ફરીથી ગેસ લિકેજની ઘટના બની હતી. જે બાદ બેન્કના મેનેજર આશિષ વાસુદેવ કાંબલે, ભાવિન નામના બંન્ને શખ્સોએ અલ્પેશભાઇના મોબાઇલમાં ફોન કરી અવાર-નવાર બિભત્સ ગાળો આપી તેમજ જાનથી મારી નાંખવાની અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, માનસિક ત્રાસ આપતા હતા.
બાદ મેનેજર આશીષ તેમજ ભાવિનની ધમકીથી ડરી જઇ, માનસિક ત્રાસથી અલ્પેશભાઇએ તેમના ઘરે ગત તા. 22-10-2023ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લેતા તેમના પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જો કે, દલીત યુવકના મોત બાદ યુવકે બંન્ને શખ્સોના ત્રાસથી આ પગલું ભર્યાનું ખુલવા પામતા જીજ્ઞાશાબેને કેનેરા બેન્કના મેનેજર આશિષ કાંબલે તેમજ ભાવિન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
a youngbhavnagarhangedhimselfmanTired of being tortured by the bank manager in Bhavnagar
Advertisement
Next Article
Advertisement