રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં કારખાનેદારનું અપહરણ કરતા વ્યાજખોરો

01:45 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગરના તળાજા રોડ પર રહેતા અને વડવા તલાવડીમાં કારખાનું ચલાવતા યુવકે વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણી કરી યુવકને કારખાનામાંથી ઉઠાવી જઈ કરદેજ પાસે આવેલ પેટ્રોલ પંપ પર લઈ જઈ પાંચ શખ્સે ધાકધમકી આપી મકાન નામે કરી દેવા દબાણ કરતા યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજા રોડ, રામ મંત્ર મંદિર પાસે આવેલ રૂૂપાલી સોસાયટીમાં રહેતા અને વડવા તલાવડી વિસ્તારમાં શિવનાથ મશીન ટૂલ્સ નામનું કારખાનું ચલાવતા જીગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ ડોડીયા એ કવિનભાઈ કાંતિભાઈ શાહ નામના વ્યક્તિ પાસેથી અગાઉ કટકે કટકે રૂૂપિયા બે કરોડ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા અને આ રકમનું વ્યાજ રૂૂ.56.60 લાખ અને લેટ ફીના રૂૂ.25.50 લાખ ચૂકવી આપ્યા હતા.
બાદમાં જુલાઈ માસ દરમિયાન જીગ્નેશભાઈએ કવિનભાઈ શાહ પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂૂ. 1,27,00,000 વ્યાજે લીધા હતા અને કવિન શાહે તેનું કમિશન કાપી રકમ આપી હતી.
ત્યારબાદ વ્યાજે લીધેલા નાણાંની લેતી-દેતી બાબતે બેઠક થતા જીજ્ઞેશભાઈને રૂૂ. 67 લાખ ચૂકવવાના બાકી હોય કવિન શાહ અવારનવાર ઉઘરાણી કરતો હતો અને આ બાબતે અગાઉ જીગ્નેશભાઈ અને તેમના પત્ની વૃંદાબહેનને ઘરેથી ઉઠાવી પણ ગયા હતા અને ત્યારબાદ છોડી દીધા હતા.
ગઈકાલે સાંજના સમયે જીગ્નેશભાઈ તથા તેના મામા ત્રિભોવનભાઈ કનાડીયા તેમના કારખાને હાજર હતા તે દરમિયાન નિલેશ વોરા, મહેશ સાંગા અને એક અજાણ્યો માણસ કાળા કલરની ક્રેટા કાર લઈને આવ્યા હતા, ત્યારબાદ થોડીવાર પછી કવિન શાહ અને નુતન શાહ પણ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને જીગ્નેશભાઈ પાસે રૂૂ. 67 લાખની ઉઘરાણી કરી તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને તેમના બંને મોબાઈલ ઝૂંટવી લીધા હતા.
કરદેજ પાસે આવેલ રાજહંસ પેટ્રોલ પંપની ઓફિસમાં લઈ ગયા હતા
જ્યાં આગળ તમામ શખ્સે બાકી રકમની ઉઘરાણી કરી ધમકી આપી તેમનું મકાન કવીન શાહના નામે કરી દેવાનું દબાણ કર્યું હતું. દરમિયાન જીગ્નેશભાઈ ના મામા ત્રિભોવનભાઈ કનાડીયાએ પોલીસને જાણ કરી હોવાની વાત મળતા નૂતન શાહ અને નિલેશ વોરા તેમની કારમાં જીગ્નેશભાઈને કારખાના પર મૂકી ગયા હતા.
આ બનાવ અંગે જીગ્નેશભાઈ ડોડીયાએ કવિન ખાંતીભાઈ શાહ, નિલેશ વોરા, મહેશ સાંગા, નૂતન ખાંતીભાઈ શાહ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે અપહરણ,ધાક-ધમકી તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
bhavnagarfactoryFraudsters abductinowner
Advertisement
Next Article
Advertisement