રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેળાવદર નજીક દારૂ-બીયરનો જથ્થો ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો

12:11 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જિલ્લાના વેળાવદર ગામ નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ભરેલી કાર સાથે નવી ગોરખી ગામમાં રહેતા શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલ.સી.બી .પોલીસ કાફલો તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે વેળાવદર ગામથી બપાડા તરફ જતા રોડ પર આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ નજીક વોચમાં રહીને ત્રાપજ તરફથી આવી રહેલી હોંડા કંપનીની અમેજ કાર નં. જી.જે.02- ડી.એમ. 6020 ને અટકાવી કારની અંદર તપાસ કરતા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના 96 ચપટા તેમજ બિયરના 240 ટીન કિં. રૂૂ.33,600 મળી આવ્યા હતા.એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂૂ, બિયરના ટીન તેમજ કાર મળી કુલ રૂૂ. 2,33,600 ના મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે મયલો ફાંફાભાઇ ડોડીયા ( રહે. નવી ગોરખી, તા. તળાજા ) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

Tags :
andbeerbootlegger was caught with a car full of liquornearVelavadar
Advertisement
Next Article
Advertisement