For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ નજીક મોટરકારની અડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત

12:37 PM Dec 25, 2023 IST | Sejal barot
ભાણવડ નજીક મોટરકારની અડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત

ભાણવડથી આશરે નવ કિલોમીટર દૂર આંબલીયારા ગામના પાટિયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 06 સી.એમ. 5055 નંબર એક મોટરકારના ચાલકે આ માર્ગ ઉપર એક મોટર સાયકલ પર જઈ રહેલા પ્રવીણભાઈ છગનભાઈ ગોસ્વામીને અડફેટે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી કારચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે અશ્વિનભાઈ છગનભાઈ ગોસ્વામીની ફરિયાદ પરથી કારચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં આવેલા રાવલિયા પાડામાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા આનંદ દામજીભાઈ ભરવાડ અને શામજી ભીખાભાઈ રાઠોડને ઝડપી લઇ, રૂૂપિયા 2,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement