For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ઘોઘાગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કેદની સજા

12:37 PM Dec 06, 2023 IST | Sejal barot
ભાવનગરના ઘોઘાગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કેદની સજા

બે વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા ગામે મિલ્કત બાબતે થયેલ લડાઈ ઝઘડામાં ઉશ્કેરાયેલા કાકાએ ધારીયા વડે હુમલો કરી ભત્રીજાની હત્યા કરી નાખતા આરોપી કાકા સામે જે તે સમયે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ દિપકભાઈ પટેલ ઉ.વ.27, રહે. મામલવાડા ઘોઘા ના પતિ તથા તેના સગા કાકા સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ ઉ.વ.50 રહે. માલમવાડા,ઘોઘા બંન્ને વચ્ચે વડીલોપાર્જીત જમીન તથા મકાનનો વિવાદ ચાલતો હોય જેથી અવાર નવાર બોલાચાલી થતા ગત તા. 24/09/2021ના રોજ ફરીયાદના પતિ માર્શલભાઈ દિપકભાઈ પટેલ માલઢોર લઈ ઘરે આવેલ આ વખતે ફરીયાદી ઘરે હાજર હોય આ વખતે આરોપી સુભાષભાઈ તેના ઘરની બહાર ઉભા હતા જે ફરીયાદીના પતિને જોઇને એમ બોલેલ કે તું કેમ મારી સામે કતરા છો ? તો ફરીયાદીના પતિ માર્શલભાઈ એ કહેલ કે હું તારી સામે શું કામ કતરા છો ? તેમ કહેતા તહોમદાર સુભાષભાઈ ફરીયાદીના પતિ સાથે બોલાચાલી કરવા લાગેલ અને તેના ઘર પાસે પડેલ ધારીયુ લઇને આવેલ અને ઘારીયાનો એક ઘા માર્શલભાઈ ના માથાના ભાગે મારતા માથા માંથી લોહી નીકળવા લાગેલ અને તે નીચે પડી ગયેલ આ વખતે ફરીયાદી દોડીને વચ્ચે પડતા તહોમતદારે ધારીયુ મારવા જતા ફરીયાદીને જમણા હાથના પોંચા ઉપર ઘારીયાનો ઘા કરી ઇજા કરેલ અને પછી તહોમદાર સુભાષભાઈ ફરીયાદના પતિને પણ આડેઘડ મારવા લાગેલ અને ફરીયાદના પતિને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યુ હતુ અને આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
જે તે સમયે ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ પટેલ ઘોઘા પો.સ્ટે. માં આરોપી સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજ જોષી ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ ઇપીકો કલમ 302 નીચે આજીવન કેદ અને રૂા. 10,000/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા તથા ઇ.પી.કો. કલમ 324 અન્વયે 2 વર્ષની સજા અને રૂા. 1000/- નો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સજા અને ગુજરાત પોલીસ અધિનીયમ કલમ 135 અન્વયે 7 દિવસની સજા અને રૂા. 100/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 દિવસની સખ્ત સજા અદાલતે ફટકારી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement