For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં GSTની મોબાઈલ સ્ક્વોડે ગાડી રોકી 8 લાખ માગ્યાં

12:49 PM Dec 18, 2023 IST | Sejal barot
ભાવનગરમાં gstની મોબાઈલ સ્ક્વોડે ગાડી રોકી 8 લાખ માગ્યાં

ભાવનગર શહેરમાં ફરી એક વખત સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી ફરી શંકાના ધેરામાં આવી છે. મોબાઈલ સ્કોડ દ્વારા એક ગાડીને રોકી મોટી રકમ ની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવા માં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ વિસ્તારમાં જીએસટી વિભાગ ની મોબાઇલ સ્કોડ દ્વારા એક ગાડીને રોકવામાં આવી હતી જેના વહીવટ માટે મોટી રકમ માંગ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.
જોકે સમગ્ર મામલે સેટલમેન્ટ સીધું ન પડતા જીએસટી વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ ઘેરી લેતા ભારે હોબાળો મળ્યો હતો.
જીએસટી વિભાગની કાર્યવાહી પર અવાર-નવાર સવાલો ઉઠતા હોય છે. જેમાં વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે. ત્યારે તટસ્થ તપાસથી માંગ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement