For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નાગરિક બેંકની વર્ધમાન બેંક પાસેથી રૂ.3.50 કરોડની વસુલાત

12:09 PM Dec 09, 2023 IST | Sejal barot
ભાવનગર નાગરિક બેંકની વર્ધમાન બેંક પાસેથી રૂ 3 50 કરોડની વસુલાત

ભાવનગર નાગરિક સહકારી બેંકનાં નવા બોર્ડ દ્વારા વર્ધમાન બેંક પાસે રહેલી લેંણી રકમની વસુલાત માટે ચક્રો ગતિમાન કરાયેલ છે. મેનેજીંગ ડિરેકટર ગીરીશભાઈ, ચેરમેન પ્રભાતસિંહ, વાઈસ ચેરમેન સુરેશભાઈ અને બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વર્ધમાન બેંકના ફડચા અધિકારીનો સંપર્ક કરવામાં આવેલ અને 2 મહિનાની કવાયતના અંતે ફડચા અધિકારી દ્વારા રૂૂ.3.50 કરોડ જેવી માતબર રકમ ભાવનગર નાગરિક બેંકને માર્ચ માસના અંત સુધીમાં પરત મળશે એવી બાહેંધરી આપવામાં આવેલ છે. જે પૈકી રૂૂ.1 કરોડ ડીસેમ્બર માસના અંત સુધીમાં પરત આવી જશે. વર્ધમાન બેંકના ફડચા અધિકારી સંદીપભાઈ અનવાળીયાના સહયોગ અને બેંકના નવા બોર્ડ ઓફ ડિરેકટર્સના પ્રયાસોથી આ રીકવરી આવેલ છે. જેને મોટી સફળતા ગણી શકાય, જે માટે તેઓ દરેકને ખૂબ પ્રશંસાઓ સાંપડેલ છે. આ ઉપરાંત મેનેજીંગ ડિરેકટર ગીરીશભાઈ શાહ દ્વારા જણાવવામાં આવેલ છે કે ગ્રાહકો અને સભાસદોની લાગણીને માન આપીને થાપણોનાં દરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલ છે જેનો બહોળા વર્ગમાં નગરજનો લાભ લે એવી અપીલ પણ કરવામાં આવેલ છે. વિશેષ માહિતી આપતાં ચેરમેન પ્રભાતસિંહે જણાવેલ કે ડિસેમ્બર માસની પહેલી તારીખથી સરળ ધિરાણ યોજના પણ લાગુ કરવામાં આવેલ છે જે અંતગર્ત બેંકમાંથી ઓછા પેપર વર્ક પર ઝડપી પ્રક્રિયા દ્વારા 5 લાખ સુધીની રકમ અન્ય બેંકો કે શરાફી પેઢીઓના ઉંચા વ્યાજદરવાળા ધિરાણની ભરપાઈ કરીને નાગરિક બેંકની નિચા ધીરાણવાળી લોનમાં ફેરબદલ કરી સહાયરૂૂપ થવામાં આવશે. આ યોજનાથી ઉંચા વ્યાજના વિષચકૂમાં ફસાયેલ મધ્યમવર્ગીય લોકોને ઘણી રાહત મળશે.આ ઉપરાંત સભાસદોની સુવિધામાં ઉમેરો કરવાની કામગીરીના ભાગરૂૂપે નવા વર્ષના ડિવીડન્ડ સભાસદોના ખાતામાં આપોઆપ જમા થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવાયેલ છે. તદઉપરાંત સભાસદો તેમના ઊંઢઈ, સરનામા, મોબાઈલ નંબર અપડેઈટ કરવા જે - તે વિસ્તારની નજીકની શાખામાં જઈ શકે તેવી ગોઠવણ થયેલ છે.બેંક ટુંક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે ઞઙઈં અને નેટબેંકીંગ સુવિધાઓ પણ ટુંક સમયમાં લાવનાર છે તેવું ડિરેકટરો દ્વારા જણાવાયેલ. વધુમાં વાઈસ ચેરમેન સુરેશભાઈ દ્વારા જણાવાયેલ કે સભાસદો અને ગ્રાહકોની સાથે - સાથે બેંકનાં કર્મચારીઓના ઉત્કર્ષ માટે પણ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જેના ભાગરૂૂપે નવા વર્ષમાં દરેક કર્મચારીઓને નવા યુનિફોર્મ ભેટ કરાયેલ છે. આમ એકંદરે બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા 2 માસમાં જ બોલ્ડ અને વિકાસલક્ષી કામગીરીઓનો આરંભ કરાયેલ હોય ખૂબ જ અસરકારક કામગીરી થઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement