ભાવનગરના પીથલપુરની પરિણીતા તાબે ન થતા પતિ પત્ની પર હુમલો
ભાવનગર જિલ્લાના તળાજા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં બહેન દીકરીઓ સલામત નથી નો અહેસાસ કરાવતી સાથે પોલીસ પ્રસાશન નો ડર ન હોય તેવી પ્રતીતિ કરાવતી એકજ દિવસમાં જાતીય સતામણીની બે ફરિયાદ નોંધાઇ છે.
દાઠા પોલીસ મથકમાં પીથલપુર ગામની 40 વર્ષીય ત્રણ સંતાન ની માતા એ નોધાવેલ ફરિયાદ મા ગામમાં જ રહેતો અલ્પેશ મનુભાઈ ભીલ છેલા છ માસ થી જાતીય સતામણી કરતો હતો. ગઈકાલે સાંજે 5.30 ના અરસામાં મહિલા ઘરે હતા ત્યારે આવી છાતી પર હાથ નાખી કપડાં ફાડયા હતા.બચાવવા માટે પતિ અને દીકરી આવ્યા હતા.થોડી વાર રહીને અલ્પેશ તથા તેનો ભાઈ ચેતન મનું ભીલ લોખંડ નો પાઇપ અને ધાર્યું લઈને આવી મહિલા અને તેના પતિ ને આડેધડ મારવા લાગ્યા હતા.જેને લઈ તળાજા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આરોપી હજુ પકડવાના બાકી:પોલીસ
મહિલા તાબે ન થતા મહિલા અને તેના પતિ પર હુમલો ની ગંભીર ઘટના ને 24 કલાક થવા છતાંય બંને આરોપીઓ ની અટકાયત બાકી હોવાનું દાઠા પો.સ.ઇ જાડેજા એ જણાવ્યું હતુ. આ પ્રકારના ગંભીર કેસમાં બહેન દીકરીઓ પોલીસ થી સલામતી અનુભવે તેવી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી ઉઠવા પામી છે.