રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર GST કૌભાંડમાં વધુ 7 આરોપીઓ ઝડપાયા

12:47 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમા જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપરથી ર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા 1 ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા 3 ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-1 તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-1 ગુન્હો એમ કુલ-6 ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ 406, 420, 465, 467, 468, 471, 34, 120 (બી) વિગેરે મુજબ ગુન્હાઓ દાખલ કરવામા આવેલ હોય
જે બાબતેની સરકાર દ્વારા ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા માટે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ના અધ્યક્ષ સ્થાને એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ની રચના કરવામાં આવેલ છે.જે ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે ત્યારે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ. આર. એન. વિરાણી તથા કે.જી.ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ (1) નદીમરજા ઉર્ફે નઇમ ઉર્ફે વીલન ફીરોજઅલી સારાણી ઉ.વ.22 રહે-આંબાચોક, ખોજાવાડ, ગલી નં-04, વકીલ બડીંગ, ગ્રાઉન્ડ ફલોર, ભાવનગર (2) અજયભાઇ પ્રવિણભાઇ ડાભી ઉ.વ.26 રહે-પ્લોટ નં-394, સોમનાથ સોસાયટી, બાલયોગી નગર, મંત્રેશ પાસે, ભાવનગર (3) રાહીલભાઇ ઉર્ફે આર.કે. યુનુસભાઇ હબીબાણી ઉ.વ.26 રહે- વડવા, બાપસરા કુવા, રવાભાઈની શેરી, ભાવનગર (4) ઇમરાનભાઇ અયુબભાઇ પઢીયાર ઉ.વ.37 રહે-મતવાચોક, જુબેરી ફલેટ, બ્લોક નં-201, ભાવનગર (5) યુનુસ ઉર્ફે લાલો લુહાર ઇકબાલભાઇ સમા ઉ.વ.38 રહે-અમીપરા, મસ્જીદની સામે, ભાવનગર (6) મોઇનમીયા મહમદમીયા વાહેશ ઉ.વ.22 રહે-હવામસ્જીદ પાસે, શેરી નં-2, મફતનગર, પ્રભુદાસ તળાવ, ભાવનગર વાળાને તથા નિલમબાગ પો.સ્ટે. દાખલ થયેલ ગુન્હામાં આરોપી શોયેબ ઉર્ફે બીગડે બાબુહુસેનભાઇ શેખઅમુદીન જાતે. આરબ/મુસ્લીમ ઉ.વ.-29 રહેવાસી- દીવાનપરા રોડ, રાણીકા આરબવાડ, સાંઢીયાવાડ ભાવનગર વાળાને ઝડપી લઇ તમામને તા-17/12/2023ના રોજ ના ક.18/45 વાગ્યે ધરપકડ કરવામાં આવેલ અને આરોપી નં. 1 થી 6 ને પાલીતાણા કોર્ટમાં રજુ કરી અને આરોપી નં.7 ને ભાવનગર કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે, એસ.આઇ.ટી. ટ્રારા આજદિન સુધી કુલ-124 આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ છે.

Advertisement

Tags :
7 more accused arrestedbhavnagarGSTinscam
Advertisement
Next Article
Advertisement