For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ભાઉ’ અને ‘ભાઇ’ જ 5 લાખથી વધુ લીડે જીતશે: સટ્ટાબજાર

05:40 PM May 20, 2024 IST | Bhumika
‘ભાઉ’ અને ‘ભાઇ’ જ 5 લાખથી વધુ લીડે જીતશે  સટ્ટાબજાર
Advertisement

નવા ખૂલેલા ભાવ પ્રમાણે 26માંથી 24 બેઠકોમાં લીડ 5 લાખથી ઓછી રહેશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. પરંતુ પરિણામ પૂર્વે સટ્ટા બજારમાં દરેક બેઠકના ભાવોમાં ઉઠાપટક જોવા મળી રહી છે. સટ્ટા બજાર ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને આપે છે પરંતુ પાંચ લાખથી વધુ લીડ માત્ર ગાંધીનગરમાં અમિત શાહ અને નવસારીમાં સી.આર.પાટીલને જ આપી રહ્યા છે. ગુજરાતમાં અમુક સીટો પર લીડના ભાવ પણ ખોલવામાં આવ્યા છે. તેમાં પાટીલ અને અમિત શાહની બેઠક પર પાંચ લાખની લીડની શક્યતા બુકીઓ જોઇ રહ્યા છે. જેમાં 15 પૈસા ભાવ ખોલ્યો છે એટલે કે એક લાખ લગાવો તો 15 હજાર મળે. પાટીલને પાંચ લાખની લીડ મળે તો પૈસા લગાડનારને 15 હજારનો નફો મળે. એ જ રીતે વડોદરામાં ત્રણ લાખની લીડ માટે 15 પૈસા અને કચ્છમાં બે લાખની લીડ માટે 15 પૈસાનો ભાવ છે. જો કચ્છમાં વિનોદ ચાવડાને બે લાખ મતથી નીચેની લીડ આવે તો જેણે એક લાખ લગાવ્યા હોય તેના એક લાખ રૂપિયા જાય. જો બે લાખ મતની ઉપર લીડ થાય તો તેને 15 હજારનો ચોખ્ખો નફો મળે.

Advertisement

આ માત્ર એક લાખના ભાવ છે પરંતુ મોટો સટ્ટો રમનારા 5 લાખ, 10 લાખ, 20 લાખ સુધીના સોદા કરતા હોય છે. એ મુજબ હાર જીતની રકમનો હિસાબ થયો હોય છે. દા.ત. અમિત શાહને 5 લાખની લીડ મળશે તેવું માનીને કોઇ વ્યક્તિ એક લાખ લગાવે અને ખરેખર શાહને 5 લાખ મતની લીડ આવે તો સટ્ટો લગાવનારી વ્યક્તિને 15 પૈસા લેખે 15 હજાર મળે પણ જો કોઇ મોટી રકમ લગાવે જેમ કે 20 લાખ રૂપિયા તો તેને એક લાખે 15 હજાર લેખે 20 લાખે કુલ 3 લાખ રૂપિયા મળે.

Advertisement
Tags :
Advertisement
Advertisement