For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 20મી જાન્યુ.થી રાજકોટથી દક્ષિણ દર્શન માટે પ્રસ્થાન કરશે

12:21 PM Dec 25, 2023 IST | Sejal barot
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 20મી જાન્યુ થી રાજકોટથી દક્ષિણ દર્શન માટે પ્રસ્થાન કરશે

ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત દક્ષિણ દર્શન યાત્રા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે 20.01.2024 ના રોજ રાજકોટ શહેરથી દક્ષિણ દર્શન યાત્રા માટે રવાના થશે.
આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20 જાન્યુઆરી 2024 થી 30 જાન્યુઆરી 2024 સુધીની રહેશે. આ દક્ષિણ દર્શન યાત્રા દરમિયાન IRCTC કાંચીપુરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ, મદુરાઈ અને તિરુપતિ જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સુપિરિયર ક્લાસ- 2અઈ માટે રૂૂ. 49,500/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂૂ. 35,500/- અને ઈકોનોમી ક્લાસ - (સ્લીપર) માટે રૂૂ. 22,000ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. 20 જાન્યુઆરી, 2024ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના અને સોલાપુરથી બેસી શકશે.
IRCTC દ્વારા શરૂૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફ બોર્ડ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવશે. પ્રવાસની માહિતી આપવા માટે આ ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે.ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. IRCTC દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે.
આ ટ્રેનનું બુકિંગ શરૂૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement