For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ 400ને પાર નહીં થતા પંટરો 2500 કરોડમાં ધોવાયા

12:10 PM Jun 05, 2024 IST | Bhumika
ભાજપ 400ને પાર નહીં થતા પંટરો 2500 કરોડમાં ધોવાયા
Advertisement

300 થી વધુ સીટ ઉપર દાવ લગાડનાર પંટરોએ નાણાં ગુમાવ્યા, બુકીઓના 294 થી 297 બેઠક ઉપર સટ્ટો લગાવનાર કમાયા

શેરબજાર અને સટ્ટામાં નસીબ કયારે રાતોરાત બદલાઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન પછી શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને જેના કારણે બે દિવસ પૂર્વે લાખો રૂપિયા કમાનાર રોકાણકારો બે જ દિવસમાં ગરીબ થઈ ગયા હતાં. આવી જ સ્થિતિ શેરબજારની જેમ બુકીઓ અને પંટરોની થઈ છે. 400 બેઠકોના અનુમાન ઉપર સટ્ટો રમવામાં આવ્યો હોય જેમાં પંટરોએ 2500 કરોડ જેવી રકમ ગુમાવી પડી હતી તો આ સટ્ટામાં બુકીઓ કમાયા હતાં. જેમણે ભાજપને 300ની અંદર એટલે કે 294 થી 297 બેઠકો મળશે તેવા વરતારા ઉપર સટ્ટો લગાવનાર ઘણા સટ્ટોડીયાઓએ લાખો રૂપિયા કમાઈ લીધા હતાં.

Advertisement

400 સીટના વરતારા વચ્ચે અણધાર્યા પરિણામોના કારણે બુકીઓ માલામાલ અને પંટરો બેહાલ બની ગયા હતાં. 7 તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારમાં બુકીઓએ શરૂઆતમાં ભાજપને 328 થી 330 બેઠકો મળશે તેવો ભાવ ખોલ્યો હતો જેમાં સટ્ટા બજારમાં પંટરોએ સટ્ટો લગાવનાર પાસેથી ભાવ લીધા હતાં અને અલગ અલગ પ્રકારના ભાવ બજારમાં મુકયા બાદ મોટાભાગનાં પંટરોએ 300 થી વધુ બેઠકો ઉપર સટ્ટો બુક કર્યો હતો. પરંતુ ભાજપને 300ની અંદર બેઠક મળતાં પંટરો અને સટ્ટો લગાવનાર સટ્ટોડીયાઓએ આશરે 2500 કરોડ ગુમાવ્યા છે. જ્યારે 300ની અંદર ભાજપને બેઠકો મળશે તેવો સટ્ટો લગાવનાર સટ્ટોડિયાઓને મોટુ વળતર મળ્યું છે.

શરૂઆતમાં જ્યારે પ્રથમ અને બીજા ત્યારબાદ ત્રીજા તબક્કાના મતદાન પછી બુકી બજારના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સાત તબક્કાનું મતદાન થયા બાદ અને મતગણતરીના દિવસ પૂર્વે સટ્ટોડિયાઓએ ફરીથી ભાવ ખોલ્યા હતાં. સોમવારે મોડી રાત્રે સટ્ટાબજારમાં ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. મોટાભાગનાં પંટરોએ ભાજપને 320 થી 330 બેઠકો મળશે તેના પર સટ્ટો લગાવ્યો હતો અને ભાજપને 323 બેઠકો મળશે તેવી આગાહી પણ કરી હતી. જેથી સટ્ટાબજાએ બમણી રકમ લગાવી હતી. મતગણતરી પૂર્વે મોદી સરકારને 300 થી વધુ અને 400 જેટલી બેઠકો મળશે તેવા એંધાણથી 80 ટકાથી વધુ પંટરોએ દાવ લગાવ્યો હતો. ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક સીટ બીનહરીફ જાહેર થયા બાદ 25 બેઠકો ભાજપને મળશે તેવો સટ્ટોડિયાઓએ વરતારો જાહેર કર્યો હતો અને ગુજરાતમાં ભાજપને 25 સીટ મળશે તેના ઉપર પણ સટ્ટોડિયાઓએ મોટો ખેલો કર્યો હતો. જો કે પરિણામ વિપ્રીત આવતાં પંટરો ધોવાઈ ગયા હતાં.

બુકી બજારમાં ભાજપને 300ની અંદર બેઠક મળશે તેવા ભાવ લગાડનાર લોકો જીત્યા હતાં. મત ગણતરીના ત્રણ દિવસ પૂર્વે ભાજપને 250 બેઠક તો મળશે તેવી ધારણા વચ્ચે છ પૈસા ભાવ ખોલાયો હતો અને સટ્ટા બજારે ભાજપને સૌથી ઓછી એટલે કે 250 બેઠકના ભાવ જાહેર કર્યા હતાં. આ સ્થિતિમાં ભાજપને 305, 310, 315 અને 328 બેઠકો મળશે તેના ઉપર ભાવ ખુલ્યા હતાં અને આ ભાવના ચક્રવ્યુહમાં પંટરોએ ખેલીયો પાસેથી મોટી રકમનો સોદો કર્યો હતો. જેમાં ભાજપને 300ની અંદર બેઠક મળતાં 94 થી 97 ટકા પંટરોએ પૈસા ગુમાવ્યા હોવાનું બુકી બજારના સુત્રો જણાવી રહ્યાં છે.

અણધાર્યા ચૂંટણી પરિણામોની ગણતરીમાં પંટરો પાસેથી કપાત લેનાર બુકીઓને મોટો ફાયદો થઈ ગયો હતો અને બુકીઓના ઘર ભરાઈ ગયા હતાં. જ્યારે પંટરોને તો રાતાપાણીએ રડવાનો વખત આવ્યો છે. મતગણતરીના દિવસે જ્યારે શરૂઆતમાં પરિણામો થવાનું શરૂ થયું ત્યારે અનેક બુકીઓએ પંટરોએ પોતે લગાવેલ સટ્ટો કાંપે નહીં તે માટે મોબાઈલ પણ બંધ કરી દીધા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement