For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેંગ્લુરુની સતત પાંચમી જીત, દિલ્હીને 47 રને હરાવ્યું

01:11 PM May 13, 2024 IST | Bhumika
બેંગ્લુરુની સતત પાંચમી જીત  દિલ્હીને 47 રને હરાવ્યું

રજત પાટીદારના 32 બોલમાં 52 રન, યશ દયાલની ત્રણ વિકેટ

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂૂએ પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 47 રને કારમો પરાજય આપ્યો છે. ટૂર્નામેન્ટમાં આ બેંગલુરૂૂની સતત પાંચમી જીત છે. આરસીબીની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને છે અને તેની એક મેચ બાકી છે. બીજીતરફ આરસીબી સામે હાર બાદ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના પણ 12 પોઈન્ટ છે અને તેની એક મેચ બાકી છે. ે પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 187 રન ફટકાર્યા હતા. જેની સામે દિલ્હી કેપિટલ્સ 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ડેવિડ વોર્નર 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક પોરેલ પણ માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ફ્રેઝર મેકગર્ક 8 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 21 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે કુમાર કુષાગ્ર પણ 2 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. દિલ્હી કેપિટલ્સે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

Advertisement

દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે અડધી સદી ફટકારી હતી. અક્ષર 39 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય શાઈ હોપે 29 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ 3 રન બનાવી રનઆઉટ થયો હતો. આ સિવાય કુલદીપ યાદવ 6 અને મુકેશ કુમાર 3 રન બનાવી આઉટ થયા હતા.
આરસીબી તરફથી યશ દયાલે 3.1 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બે સફળતા લોકી ફર્ગ્યુસનને અને એક-એક વિકેટ સ્વપ્નિલ સિંહ, કેમરૂૂન ગ્રીન અને સિરાજને મળી હતી.
ચિન્નાસ્વામીમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂૂએ 20 ઓવરમાં 9 વિકેટે 187 રન ફટકાર્યા હતા. આરસીબી તરફથી રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. પાટીદારે 32 બોલમાં 3 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 52 રન ફટકાર્યા હતા. આ સિવાય વિલ જેક્સે 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ સાથે 41 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેમરૂૂન ગ્રીન 24 બોલમાં 32 રન બનાવી અણનમ રહ્યો હતો.
કોહલીએ શરૂૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરાટ કોહલીએ 13 બોલમાં 3 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 27 રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસ 6 રન બનાવી આઉટ થયો હતો. મહિપાલ લોમરોરે 13, દિનેશ કાર્તિક શૂન્ય, સ્વપ્નિલ સિંહ 0 અને કર્ણ શર્મા 6 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી તરફથી ખલીલ અહમદ અને રશિખ સલામે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement