For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં મકાનમાંથી રૂપિયા 1.07 લાખની ચોરી કરનાર બેલડી પકડાઈ

05:02 PM May 02, 2024 IST | Bhumika
રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં મકાનમાંથી રૂપિયા 1 07 લાખની ચોરી કરનાર બેલડી પકડાઈ
Advertisement

શહેરના દુધસાગર રોડ પર રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં મકાનમાંથી રૂા. 1.07 લાખની ચોરી કરનાર બેલડીને પોલીસે આજી જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં હાઉસીંગ ક્વાર્ટરમાં રહેતી મહિલાના મકાનમાંથી ગત તા. 30ના રાત્રીના સમયે તસ્કરોએ ત્રાટકી કબાટમાં રાખેલા રોકડા રૂા. 20 હજાર સાંકળાની જોડી, મોબાઈલ નં. 4 મળી કુલ રૂા. 1.07.500ની ચોરી થયાની ફરિયાદ થોરાળા પોલીસ ચોપડે નોંધાઈ હતી.

Advertisement

જે ફરિયાદના આધારે તોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે ચોરી કરનાર સોહિલ ઉર્ફે પોચો ઉર્ફે ગાંડો મહમદભાઈ મીર (રે.ત્રણ માળિયા ક્વાર્ટર, ગોંડલ રોડ) અને ઈમરાન ઈમલો સલીમભાઈ ઠેબા (રે. કોટડા નાયાણી, તા. વાંકાનેર)ને આજી જીઆઈડીસી મેઈન રોડ પરથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂા. 20 હજાર, ચાંદીના સાંકળા અને મોબાઈલ નં. 4 મળી કુલ રૂા. 1.07.500નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સોહિલ મીર અગાઉ દારૂ સહિતના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. તથા મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement