For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોમાસાનો શુભારંભ, સપ્તાહમાં રાજ્યના તમામ જિલ્લામાં પડશે વરસાદ

12:14 PM Jun 11, 2024 IST | admin
ચોમાસાનો શુભારંભ  સપ્તાહમાં રાજ્યના તમામ જિલ્લામાં પડશે વરસાદ
Advertisement

સતાવાર આગમન પહેલા જ હળવા-ભારે વરસાદનો હવામાન વિભાગનો વરતારો

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે.આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂૂ થશે. હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જો કે 15 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે.

Advertisement

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂૂ થશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશ. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત્ત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે 11 જૂનના ગુજરાજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે 12 જૂનના નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 13 જૂનના નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તા.14 ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં તથા 15 જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં અને 16 જૂનના નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે.. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂૂ થશે..બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશેહવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છેદક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement