For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PMની મુલાકાત પહેલા જ કાશ્મીરમાં આતંકીઓએ મચાવ્યો આતંક, સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા, એક જવાન ઘાયલ

05:23 PM Jun 19, 2024 IST | Bhumika
pmની મુલાકાત પહેલા જ કાશ્મીરમાં આતંકીઓએ મચાવ્યો આતંક  સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા  એક જવાન ઘાયલ
Advertisement

કાશ્મીર ઘાટીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક SOG (જમ્મુ-કાશ્મીર પોલીસ)ના જવાનને ગોળી વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે ઓપરેશન ચાલુ છે.

સુરક્ષાદળોએ સવારથી જ હાદીપોરામાં આતંકીઓ સંતાયા હોવાની સૂચનાના આધાર પર તપાસ અભિયાન ચલાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. તે બાદ બન્ને વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઇ હતી. અથડામણમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો.

Advertisement

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા જવાબી ગોળીબાર સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં બે આતંકીઓ માર્યા ગયા છે. જો કે હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આતંકીઓએ કરેલા ગોળીબારમાં SOGના એક જવાનને ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના બારામુલાના હાદીપોરામાં શંકાસ્પદ જોવા મળ્યા હતા. આતંકીઓ સંતાયા હોવાની સૂચનાના આધાર પર સુરક્ષાદળોએ તપાસ અભિયાન ચલાવ્યું હતું. તંત્રએ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની સંભાવનાને જોતા ડિગ્રી કોલેજને સાવચેતીના ભાગ રૂપે બંધ કરી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement