સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

આજીવન વિદ્યાર્થી રહો, સતત શિખતા રહો: રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજી

05:53 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાનેે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 14 વિદ્યાશાળાઓના 43959 છતાં છાત્રાઓને પદવી એનાયત કરવામાં આવી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી. સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

Advertisement

વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂૂરી છે. વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગ સાથે મલ્ટીટેલેન્ટેડ બની ઈનોવેશન હાથ ધરી બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 14 વિદ્યાશાખાઓના 43959 છાત્ર-છાત્રાઓને પદવી તથા 1રર વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં દાતાશ્રીઓ તરફથી કુલ 65 ગોલ્ડ મેડલ્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 76 ગોલ્ડ મેડલ્સ તેમજ દાતાઓ તરફથી કુલ 110 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 1ર4 પુરસ્કાર મળીને ર34 પુરસ્કાર પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્વીને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ અને 11 પુરસ્કાર, બી.વી.ધાણક કોલેજ, બગસરાની વિદ્યાર્થીની કયાડા પરીખાને બી.એ. સંસ્કૃતમાં 3 ગોલ્ડમેડલ અને 8 પુરસ્કાર, એલ.ડી. ધાનાણી કોલેજ, અમરેલીના વિદ્યાર્થી બુટાણી રોમલભાઈને એલ. એલ. બી. માં 3 ગોલ્ડમેડલ અને 7 પુરસ્કાર એનાયત થયા હતા.

આજે યોજાયેલા પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખા 12342, શિક્ષણ વિદ્યાશાખા 4357, વિજ્ઞાન વિદ્યાશાખા 6710, ઈજનેરી વિદ્યાશાખા 04, કાયદા વિદ્યાશાખા 1773, તબીબી વિદ્યાશાખા 2025, વાણિજય વિદ્યાશાખા 13584, ગ્રામવિદ્યા વિદ્યાશાખા 146, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા 209, હોમીયોપેથી વિદ્યાશાખા 571, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા 2043, આર્કીટેકચર વિદ્યાશાખા 82, પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા 19, ફાર્મસી વિદ્યાશાખા 94 મળી કુલ 43595 નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે.આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા, અને ચાંદની પરમાર, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsRajyapal acharya Devvratji
Advertisement
Next Article
Advertisement