For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MS ધોનીને લઈને BCCIનો મોટો નિર્ણય, જર્સી નંબર 7 થશે નિવૃત્ત, ખેલાડીઓને જારી કર્યું ફરમાન

11:30 AM Dec 15, 2023 IST | Bhumika
ms ધોનીને લઈને bcciનો મોટો નિર્ણય  જર્સી નંબર 7 થશે નિવૃત્ત  ખેલાડીઓને જારી કર્યું ફરમાન

Advertisement

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે ધોની હજુ પણ IPL રમે છે. ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. ધોની માત્ર એક ઉત્કૃષ્ટ કેપ્ટન અને એક ઉત્તમ ફિનિશર તરીકે ઓળખાય છે, પરંતુ આ સિવાય તે નંબર વન તરીકે પણ જાણીતો છે. ધોની તેના નંબર 7 માટે પણ જાણીતો છે. આ ધોનીનો જર્સી નંબર છે. BCCIએ આ અંગે મોટો નિર્ણય લીધો છે.

ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેની કપ્તાનીમાં ટીમે ફરી એકવાર 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી પરંતુ આ વખતે તે જીતી શકી નહોતી. ધોનીની કપ્તાનીમાં જ ભારતે વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.

Advertisement

જર્સી નંબર 7 નિવૃત્ત થશે

ઈન્ડિયન એક્સપ્રેસ અને એનડીટીવીની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, બીસીસીઆઈએ ધોનીની નંબર-7 જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે બીસીસીઆઈએ ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ટીમ ઈન્ડિયામાં હોય ત્યારે 7 નંબરની જર્સી ન પહેરી શકે. ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જર્સી નંબર-7 ન પહેરી શકે. સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે BCCIએ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.

સચિનની જર્સી પણ નિવૃત્ત થઈ ગઈ

જો કે, આ પહેલીવાર નથી જ્યારે બીસીસીઆઈએ તેના કોઈ ખેલાડીની જર્સી રિટાયર કરી હોય. આવું પહેલા પણ બન્યું છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 10 નંબરની જર્સી પહેરતા હતા. તેની જર્સી પણ BCCI દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆતની કેટલીક મેચોમાં 10 નંબરની જર્સી પહેરી હતી અને ત્યારપછી તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ પછી આ જર્સીને રિટાયર કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement