For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

BCCIએ IPLની સ્પોન્સરશિપ માટે ચીની કંપનીઓ ઉપર લગાવી રોક

12:51 PM Dec 28, 2023 IST | Bhumika
bcciએ iplની સ્પોન્સરશિપ માટે ચીની કંપનીઓ ઉપર લગાવી રોક

IPL2024 માટે BCCI પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ દુબઈમાં મિની ઓક્શન સમાપ્ત થયાં. હવે BCCI એ વધુ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2024નાં ટાઈટલ સ્પોન્સરની શોધ થઈ રહી છે જે માટે ચીની સ્પોન્સરશિપ પર બેન લગાડવાની તૈયારીઓ દેખાઈ રહી છે. ચીન અને ભારતનાં હાલનાં સંબંધોને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

ક્રિકબઝની એક રિપોર્ટ અનુસાર BCCI એ ઈંઙકનાં ટાઈટલની સ્પોનસરશિપ માટે જે ટેંડર બહાર પાડ્યું છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે દેશોનાં ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ નથી તેમને આ ટેન્ડરમાં કોઈ મહત્વ આપવામાં આવશે નહીં. ટાઈટલ સ્પોન્સરશિપ માટેની બેઝ પ્રાઈઝ 360 કરોડ રૂપિયા પ્રતિવર્ષ છે આ બાદ બોલીનાં આધાર પર ટેન્ડર આપવામાં આવે છે. પહેલા ચીની ફોન કંપની ટઈંટઘ આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર કરી ચૂક્યું છે પણ વર્ષ 2020માં ભારત-ચીન બોર્ડર પરની સ્થિતિ બગડચાં BCCI એ વીવોને હટાવવાનો નિર્ણય લીધો અને ટાટા ટાઈટલ સ્પોન્સરનાં રૂપમાં આગળ આવી હતી.

હવે BCCI એ પોતાના ટેન્ડરમાં લખ્યું કે કોઈપણ બિડરનો એવા કોઈ દેશ સાથે સંબંધ ન હોવો જોઈએ જેનાં ભારત સાથે સારા સંબંધ નથી. જો કોઈ એવો બિડર સામે આવે છે તો તેણે બોર્ડને પોતાના શેરહોલ્ડર સાથે જોડાયેલી તમામ જાણકારી આપવી પડશે અને એ બાદ જ બિડ પર કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં બોર્ડ દ્વારા ફેન્ટસી ગેમ, ક્રિપ્ટોકરેંસી અને સટ્ટાબાજી સાથે જોડાયેલી કંપનીઓ પર પણ રોક લગાડવામાં આવી છે. ઉપરાંત જે કંપનીઓ મેચનાં કપડાં બનાવવામાં એક્ટિવ છે તે પણ ટાઈટલ સ્પોન્સરશિપ માટે બિડ નહીં કરી શકે. ટાઈટલ સ્પોન્સરશિપનો કોન્ટ્રેક્ટ પાંચ વર્ષ માટે તૈયાર થશે. એટલે કે આ સ્પોન્સરશિપ કોન્ટ્રેક્ટ 2024થી લઈને 2029 સુધીનો રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement