For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 વર્લ્ડ કપમાં કાલથી સુપર-8 ટીમો વચ્ચે જંગ

12:12 PM Jun 18, 2024 IST | admin
ટી 20 વર્લ્ડ કપમાં કાલથી સુપર 8 ટીમો વચ્ચે જંગ

ગુરુવારે રાત્રે 8 વાગ્યે બાર્બાડોસમાં ભારતનો અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચ

Advertisement

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસીનો ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. લગભગ લીગ મેચો પુરી થઇ ચૂકી છે અને સાથે સાથે નેક્સ્ટ રાઉન્ડ સુપર-8નું પિક્ચર પણ સાફ થઇ ગયુ છે. હવે સુપર-8માં ટીમો પ્રવેશી ચૂકી છે. સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટની જીતે ઈંગ્લેન્ડે જીત મેળવી, સાથે જ તેને સુપર 8માં પ્રવેશ કરી લીધો. તેમજ બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર-8માં એન્ટ્રી કરી છે.
ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થયા છે. ગૃપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગૃપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગૃપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય થયા છે.સુપર-8માં 4 ટીમોના બે ગૃપ હશે. જો આ બંને ગૃપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગૃપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગૃપ-2માં રાખવામાં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે. ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ ટક્કર બરાબરીની રહેવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર થશે. સુપર-8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂૂ થશે.

Advertisement

સુપર-8 મેચોનું શેડ્યૂલ

19 જૂન - યુએસએ વિરૂૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
20 જૂન - ઈંગ્લેન્ડ વિરૂૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
20 જૂન - અફઘાનિસ્તાન વિરૂૂદ્ધ ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
21 જૂન - ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
21 જૂન - ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
22 જૂન - યુએસએ વિરૂૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
22 જૂન- ભારત વિરૂૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
23 જૂન - અફઘાનિસ્તાન વિરૂૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
23 જૂન - યુએસએ વિરૂૂદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
24 જૂન - વેસ્ટ ઈન્ડિઝ વિરૂૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
24 જૂન - ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
25 જૂન - અફઘાનિસ્તાન વિરૂૂદ્ધ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
27 જૂન - સેમિફાઇનલ 1, ગયાના, સવારે 6 વાગ્યે
27 જૂન - સેમિફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
29 જૂન - ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે

Advertisement
Tags :
Advertisement
Advertisement