For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેટસમેનો નિષ્ફળ, બોલરોની કારી ન ફાવી, અવનવા પ્રયોગોથી ભારત લંકા સામે શ્રેણી હાર્યુ

12:41 PM Aug 08, 2024 IST | Bhumika
બેટસમેનો નિષ્ફળ  બોલરોની કારી ન ફાવી  અવનવા પ્રયોગોથી ભારત લંકા સામે શ્રેણી હાર્યુ
Advertisement

ત્રીજી વન ડેમાં અવિશ્કા ફર્નાન્ડો (96 રન)ની શાનદાર ઈનિંગ અને ડ્યુનિથ વેલાલાગે (05/27)ની ધારદાર બોલિંગ સામે ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી હતી. શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ઓડીઆઇ મેચમાં ભારતને 110 રનથી હરાવ્યું હતું. જેની સાથે વન ડે શ્રેણી 2-0થી જીતી હતી. ભારતીય ટીમ 1997 પછી એટલે કે 27 વર્ષ પછી શ્રીલંકા સામે શ્રેણી હારી છે.

ભારતીય ટીમ આ સિરીઝમાં બેટિંગમાં સંપૂર્ણપણે નિરાશ થઈ છે. ટીમ ઈન્ડિયાની હારના મોટા કારણો બહાર આવ્યા છે.શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ છે. શ્રેણીની ત્રણેય મેચમાં બેટ્સમેનો રન બનાવી શક્યા ન હતા. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 230 રનના સ્કોરનો પીછો કરી શકી ન હતી અને મેચ ટાઈ રહી હતી. જ્યારે બીજી મેચમાં 241 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રેણીની છેલ્લી મેચમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું હતું. 249 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 138 રનમાં સમેટાઈ ગઈ હતી.

Advertisement

શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રોહિત શર્મા સહિત ઘણા સીનિયર ખેલાડીઓ ટીમનો ભાગ હતા, પરંતુ રોહિત સિવાય કોઈ બેટ્સમેન જવાબદારી નિભાવી શક્યો ન હતો. વિરાટ કોહલી ત્રણ મેચમાં માત્ર 58 રન જ બનાવી શક્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે ત્રણ મેચમાં 38 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલને તક આપવામાં આવી હતી, પ્રથમ મેચમાં કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો. છેલ્લી ઓડીઆઇ મેચમાં ઋષભ પંતને તક આપવામાં આવી હતી, પરંતુ લગભગ 18 મહિના બાદ ઓડીઆઇમાં વાપસી કરી રહેલો પંત માત્ર છ રન બનાવી શક્યો હતો. સિનિયર ખેલાડીઓના ફ્લોપ શોએ ટીમ ઈન્ડિયાની નાવ ડૂબી ગઈ.

શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાની બોલિંગ સારી દેખાઈ ન હતી અને આ સીરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને વનડે સીરીઝમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને તક આપવામાં આવી હતી, પરંતુ બંને બોલરો પ્રભાવ પાડી શક્યા ન હતા. સ્પિન બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી શક્યા નથી.
વચ્ચેની ઓવરોમાં જ્યારે ટીમ ઈન્ડિયાને વિકેટની જરૂૂર હતી ત્યારે શ્રીલંકાના બેટ્સમેનોએ સ્પિન ફ્રેન્ડલી પિચ પર જે રીતે બોલિંગ કરી હતી તે રીતે ભારતીય બોલરો બોલિંગ કરી શક્યા ન હતા.

શ્રીલંકામાં વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારતીય બેટિંગ ખુલ્લી પડી હતી. પ્રથમ ઓડીઆઇ મેચમાં વાનિન્દુ હસરગા (ત્રણ વિકેટ) અને પાર્ટ-ટાઈમર બોલર ચારિથ અસલંકાએ (ત્રણ વિકેટ) ટીમ ઈન્ડિયાને ચોંકાવી દીધી હતી, જ્યારે બીજી ઓડીઆઇ મેચમાં જ્યોફ્રી વાંડરસે (06 વિકેટ)એ એકલા હાથે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. છેલ્લી ઘઉઈં મેચમાં ભારતે ડ્યુનિથ વેલેજ (પાંચ વિકેટ) સામે આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય બેટ્સમેનો શ્રીલંકાના સ્પિનરોને વાંચવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા, જેના કારણે ટીમને પરિણામ ભોગવવા પડ્યા.

આ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી ઘણા પ્રયોગો જોવા મળ્યા. પ્રથમ વનડે મેચમાં વોશિંગ્ટન સુંદરના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો અને તેને બેટિંગ માટે પ્રમોટ કરવામાં આવ્યો હતો. બીજી વનડે મેચમાં પણ આ પ્રયોગ અટક્યો ન હતો, આ મેચમાં શિવમ દુબેને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો અને તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.

બેટિંગ ક્રમમાં ફેરફારને કારણે ચોથા નંબરે રમી રહેલા શ્રેયસ અય્યર પોતાની સ્થિતિમાં રમી શક્યા નહોતા, જ્યારે પાંચમા નંબરે રમી રહેલા રાહુલ વધુ નીચે ખસી ગયા હતા. બેટિંગ ક્રમમાં આવેલા ફેરફારને કારણે મુખ્ય બેટ્સમેનોને એડજસ્ટ થવાની તક મળી ન હતી અને તેઓ લયમાં દેખાતા નહોતા અને તેમની વિકેટો ગુમાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement