For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા લગાવાયા બેનરો

04:24 PM Apr 08, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા લગાવાયા બેનરો
  • રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઇએ, અમે સમર્થનમાં

રજવાડાંઓને લઇને આપેલા રૂૂપાલાના નિવેદન પર હવે માહોલ વધુ બગડી રહ્યો છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને ઠેર ઠેર સભાઓ, રેલીઓ અને મહાસંમેલન યોજાઇ રહ્યાં છે, ત્યારે હવે પાટીદાર સમાજે રૂૂપાલાને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે. સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે.

Advertisement

પાટીદારોએ રૂૂપાલાને સમર્થન આપતા પોસ્ટરો લગાવવાનું શરૂૂ કર્યુ છે. આ સાથે જ હવે લડાઇ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોથી આગળ વધીને પાટીદારો પર પણ આવી છે. અત્યારે રાજ્યમાં ભાજપ માટે કપરાં ચઢાંણ છે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે.ક્ષત્રિયોએ ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. હવે રૂૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે.

તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રોડ પર પરશોત્તમ રૂૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરશોત્તમ રૂૂપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement