For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાલાજી હનુમાનજીને ગામડાંની થીમનો ભવ્ય દિવ્ય શણગાર: ભકતો થયા ભાવવિભોર

04:05 PM Jun 22, 2024 IST | admin
બાલાજી હનુમાનજીને ગામડાંની થીમનો ભવ્ય દિવ્ય શણગાર  ભકતો થયા ભાવવિભોર
Advertisement

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના પૂનમ અને શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ગામડાની થીમના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે , આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે , જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે. મહાપ્રતાપી બાલાજી દાદા ગોવાળિયાના સ્વરૂૂપમાં જોવા મળી રહ્યા છે , આ પ્રસંગે આજે સવારે દાદાની શણગાર આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સાથે બાલાજી દાદાને ધ્વજારોહણ કરાયું હતું તથા મારુતિયજ્ઞ પણ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ અલભ્ય લાભ લીધો હતો , આજે સાંજે 7.15 કલાકે રાજોપચાર પદ્ધતતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે, દર શનિવારે અહીં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને અલગ અલગ દાદાને શણગારો પણ કરવામાં આવે છે મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી દ્વારા આ ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવે છે , આજના પવિત્ર દિવસે દાદાને દર્શને પધારવા સંધ્યા આરતીનો લાભ લેવા મંદિરના કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement