For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબર આઝમ ICCમાં નંબર વન બેટ્સમેન

12:56 PM Dec 21, 2023 IST | Sejal barot
બાબર આઝમ iccમાં નંબર વન બેટ્સમેન

એક બાજુ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણી રમાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ નવી રેન્કિંગ જારી કરી છે. જેમાં ભારતીય ટીમના યુવા ખેલાડી શુભમન ગિલ પાસેથી વન-ડેમાં ફોર્મેટમાં નંબર વનનો તાજ છીનવાઈ ગયો છે. જ્યારે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ODIમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે.
ICCએ જાહેર કરેલી નવી રેન્કિંગમાં બાબર આઝમ 824 રેટિંગ સાથે ODI રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું છે. જ્યારે શુભમન ગિલ 810 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. વિરાટ કોહલી 775 રેટિંગ સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા 754 રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 745 રેટિંગ સાથે રેન્કિંગમાં પાંચમા નંબર પર છે. આ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલની બોલિંગ રેન્કિંગમાં નંબર વન પર રહેલા ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને આદિલ રાશિદ પછાડી ટોપ પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના ખેલાડી રાશિદે 715 રેટિંગ મેળવીને નંબર વન સ્થાન મેળવ્યું છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 692 રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. રવિ બિશ્નોઈ 685 રેટિંગ સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement