For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ યુનિવર્સિટીમાં બી.એડ.સેમ-4નું પેપર 35ને બદલે 70 માર્કસનું આપી દીધું

12:19 PM Apr 30, 2024 IST | Bhumika
જૂનાગઢ યુનિવર્સિટીમાં બી એડ સેમ 4નું પેપર 35ને બદલે 70 માર્કસનું આપી દીધું

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિવાદમાં આવી છે. બી.એડ.સેમ-4નું કોમ્પ્યુટરનું પેપર 35 માર્કના બદલે 70 માર્કનું આપી દેતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. યુનિ.ની ભુલને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement

ઇB.ed.Semester -4 (CBSC) ‘funp“p Critical Understanding of ICT પેપરમાં હાલની પરીક્ષા પદ્ધતિ મુજબ 35 ના બદલે 70 માર્કસનું પેપર અપાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. બીએડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે 70 માર્કસનું પેપર આપવામાં આવ્યું હતું. તેનો સમય 2:30 કલાકનો હતો. હકિકતે 35 માર્કસનું પેપર આપવાનું હોય છે અને તેનો સમય પણ 1:30 કલાકનો હોય છે. ધોમ ધખતા તાપમા દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓને નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલ ના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. અંતે નરસિંહ મહેતા યુનિવર્સિટીને પોતાની ભૂલ દેખાતા તાત્કાલિક 35 માર્કસનું પેપર વિદ્યાર્થીઓ માટે છપાવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પટેલ કેળવણી મંડળ કોલેજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવેલી કોલેજ છે. આજે અમારે બી.એડમાં કોમ્પ્યુટર વિષયનું પેપર હતું. જેમાં 35 માર્કસનું પેપર હતું, જેનો સમય દોઢ કલાકનો રાખેલ હતો. પરંતુ સુપરવાઇઝર દ્વારા જે પેપર આપવામાં આવ્યું હતું તે 35 માર્ક્સના બદલે 70 માર્ક્સનું પેપર આપવામાં આવ્યું હતું. જે 70 માર્કસના પેપરમાં સમય પણ 2.30 કલાકનો આપવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, પરીક્ષાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જેથી સુપરવાઇઝર દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોન કરીને જાણ કરી હતી. જે બાદ તમામ વિદ્યાર્થીઓને 45 મિનિટ સુધી પરીક્ષા ખંડની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી તમામ વિદ્યાર્થીઓને 35 માર્કસના પેપર આપવામાં આવ્યા હતા. જેમાં પરીક્ષાનો સમય દોઢ કલાકનો આપવામાં આવ્યો હતો. અયુનિવર્સિટીની આ ભૂલના કારણે વિદ્યાર્થીઓનો સમય બગડે છે અને માનસિક તકલીફ ભોગવવી પડે છે. જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી એ જણાવ્યું હતું કે, પહેલા બી.એડની પરીક્ષા પદ્ધતિ અનુસાર 70 માર્ક્સમાં પેપર આવતા હતા. ત્યારબાદ નવી શિક્ષણનીતિ અમલમાં આવતા 35 માર્કસ થીયરીકલ અને 35 માર્કસનું પ્રેક્ટીકલ એમ એક પેપરના બે ભાગ કરવામાં આવ્યા છે. જે 70 માર્કસના પેપરમાં પ્રશ્નો વિષય બધુ એક સરખું જ હતું. આ 70 માર્કના પેપરમાં અડધા પ્રશ્નો કાઢી 35 માર્કસના જ પ્રશ્નો લખવાના હતા. પેપર બદલાઈ ગયું હોય, છબરડો થયો હોય, નવો વિષય આવી ગયો હોય આવું કંઈ ન હતું. પેપર આઈસીટી વિષયનું જ હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement