For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

5માં તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ 36.73 ટકા મતદાન, જાણો સૌથી વધારે ક્યાં થયું

02:30 PM May 20, 2024 IST | Bhumika
5માં તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ 36 73 ટકા મતદાન  જાણો સૌથી વધારે ક્યાં થયું
Advertisement

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 20 મેના રોજ શરૂ થઈ ચૂક્યું છે. આજે 8 કરોડ 95 લાખથી વધુ મતદારો 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકોના 94732 મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં લોકસભાની 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે.

દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36.73 ટકા મતદાન થયું હતું. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement