For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.10નું સૌરાષ્ટ્ર-કચ્છનું સરેરાશ પરિણામ 81.49%, બોટાદ જિલ્લાનું 85.88%

03:23 PM May 11, 2024 IST | Bhumika
ધો 10નું સૌરાષ્ટ્ર કચ્છનું સરેરાશ પરિણામ 81 49   બોટાદ જિલ્લાનું 85 88
Advertisement

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્તર શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ એસ.એસ.સી. પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયુ હતું અને તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓનું પરિણામ 81.49 % નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાંથી સૌથી વધુ પરિણામ બોટાદ જીલ્લામાં નોંધાયું બોટાદ જિલ્લાનું પરિણામ 85.88% નોંધાયું છે અને સૌથી ઓછુ પરિણામ પોરબંદર જીલ્લાનું 74.57% નોંધાયું છે.

આજે એસ.એસ.સી.ના જાહેર થયેલ પરિણામમાં સૌરાષ્ટ્રના જીલ્લા પ્રમાણે જોઇએ તો અમરેલી જીલ્લાનું 78.31%, ભાવનગરનું 84.61%, ગીર સોમનાથ જીલ્લાનું 79.20%, બોટાદ જિલ્લાનું 85.88%, જામનગર જીલ્લાનું 82.31%, જુનાગઢ જીલ્લાનું 78.26%, કચ્છ જીલ્લાનું 85.31%, મોરબી જીલ્લાનું 85.60%, પોરબંદર જીલ્લાનું 74.57% અને રાજકોટ જીલ્લાનું 85.23% પરિણામ નોંધાયેલ છે.

Advertisement

રાજકોટ જીલ્લામાં 36675 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2791 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ અને 6372 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો. અમરેલી જીલ્લામાં 13909 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 396 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ અને 1518 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો. ભાવનગર જીલ્લામાં 26882 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 1575 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ અને 4049 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો.

100% રિઝલ્ટ મેળવનાર સૌથી વધુ શાળાઓ રાજકોટ જિલ્લામાં
ધો.10ના પરિણામમાં સૌરાષ્ટ્રના રાજકોટની જીલ્લાની શાળાઓએ મેદાન માર્યુ છે રાજકોટ જીલ્લાની 116 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. ગત વર્ષ દરમ્યાન જીલ્લાની 29 શાળાઓનું 100% પરિણામ હતું જેની સરખામણીમાં આ વર્ષે 87 શાળાઓનો ઉમેરો થયો છે. સમગ્ર રાજ્યમાં રાજકોટ જીલ્લો 100 ટકા પરિણામ મેળવનાર શાળાઓમાં પ્રથમ નંબરે છે.

જિલ્લો પરિણામ
બોટાદ 85.88%
મોરબી 85.60%
રાજકોટ 85.23%
કચ્છ 85.31%
ભાવનગર 84.61%
જામનગર 82.31%
ગીર સોમનાથ 79.20%
અમરેલી 78.31%
જૂનાગઢ 78.26%
પોરબંદર 74.57%
સરેરાશ 83.68%

Advertisement
Tags :
Advertisement
Advertisement