For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનો રાજનૈતિક ઝટકો, બે ભારતીયોને જાસૂસી કરવા બદલ દેશ નિકાલ

11:11 AM May 02, 2024 IST | Bhumika
અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનો રાજનૈતિક ઝટકો  બે ભારતીયોને જાસૂસી કરવા બદલ દેશ નિકાલ
  • ABC ન્યૂઝનો અહેવાલ, સંરક્ષણ માહિતી અને વેપાર સોદાની માહિતી ચોરી હોવાથી કાર્યવાહી

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટે ભારતીય જાસુસી એજન્ટ પર ગયા વર્ષે ખાલીસ્તાની કટ્ટરવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાની કોશિષ કરવાનો આરોપ લગાવ્યા બાદ ગઇકાલે ઓસ્ટ્રેલીયાના બે સ્થાનિક અખબારો એબીસી એજન્સીના હવાલે ધ ઓસ્ટ્રેલીયન અને સીડની મોર્નીંગ હેરાલ્ડે બે ભારતીયોને ઓસ્ટ્રેલીયાનો અગત્યનો ડેટા ચોરવા બદલ દેશ નીકાલ કરાયાના અહેવાલો છાપ્યા છે.

Advertisement

આ અંગે મળતી જાણકારી પ્રમાણે ઓસ્ટ્રેલીયાએ 2020માં બે ભારતીય જાસુસોને દેશનિકાલ કરી દીધા હતા. તેમના પર ઓસ્ટ્રેલીયાની સુરક્ષા સાથે સંકળાયેલા મહત્વની માહિતી ચોરવાનો આરોપ હતો. તેમણે ઓસ્ટ્રેલીયાના ખુફીયા જાસુસી મિશન અને એરપોર્ટ સંબંધી માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો હતો.

ધ ઓસ્ટ્રેલિયન અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેસમાં બે ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ ભારતે આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. એબીસીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જાસૂસોને દેશના સંરક્ષણ પ્રોજેક્ટ્સ અને એરપોર્ટ સુરક્ષા સાથે સંબંધિત ગુપ્તચર દસ્તાવેજોની ચોરી કરતા પકડાયા બાદ ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ જાસૂસો ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પણ ચોરી રહ્યા હતા.

Advertisement

ઓસ્ટ્રેલિયા સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશનએ 2020માં કહેવાતા વિદેશી જાસૂસોના એક જૂથનો પર્દાફાશ કર્યો હતો. આ જાસૂસો ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર પણ ઝીણવટભરી નજર રાખતા હતા અને દેશના વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓ સાથે સંબંધો બાંધવામાં વ્યસ્ત હતા.

આ દાવાઓ ઓસ્ટ્રેલિયન અખબારોમાં વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ બાદ કરવામાં આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ગુપ્તચર એજન્સી છઅઠનો એક અધિકારી ગયા વર્ષે અમેરિકન ધરતી પર શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતો. આ અંગે ભારતે મંગળવારે કહ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટે આટલા ગંભીર મામલામાં બિનપુરવાર આરોપ લગાવ્યા છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છઅઠના બે અધિકારીઓને પણ 2020માં ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અજઈંઘના ડાયરેક્ટર જનરલ માઈક બર્ગેસે 2021માં પહેલીવાર કબૂલ્યું હતું કે જાસૂસી જૂથનો પર્દાફાશ થયો છે પરંતુ તે સમયે તેમણે આ પ્રવૃત્તિ પાછળ કયો દેશનો હાથ છે તે જણાવ્યું ન હતું.

બર્ગેસે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જાસૂસોએ દેશના નેતાઓ, વિદેશી દૂતાવાસ અને રાજ્ય પોલીસ સેવા સાથે પસંદગી પૂર્વક નજીકના સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદેશી નાગરિકો પર નજર રાખી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વિશે ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement