For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની બહાર, બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન પહેલી વાર સેમી ફાઇનલમાં પહોંચ્યુ

10:59 AM Jun 25, 2024 IST | Bhumika
ઓસ્ટ્રેલિયા t20 વર્લ્ડ કપની બહાર  બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાન પહેલી વાર સેમી ફાઇનલમાં પહોંચ્યુ
Advertisement

T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશને હરાવીને તેણે પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ રમવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે. તેણે ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા 2021માં T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું હતું. પરંતુ, આ વખતે તેની સફર સુપર-8માં જ અટકી ગઈ છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઐતિહાસિક છે. કારણ કે આ જીતે અફઘાનિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનવાના સપનાની એક ડગલું નજીક લઈ ગયું છે.

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું. આ મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમથી આવ્યું. વરસાદે 4 વખત મેચ ખોરવી હતી. ચોથી વખત વરસાદ બાદ, લક્ષ્યનો પીછો કરી રહેલી બાંગ્લાદેશની ઇનિંગ્સ એક ઓવરથી ઓછી થઈ ગઈ હતી અને તેનો લક્ષ્યાંક પણ ઓછો થઈ ગયો હતો. પહેલા રમતા અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, જ્યારે ડીએલએસ હેઠળ બાંગ્લાદેશનો દાવ 19 ઓવરમાં સમેટાઈ ગયો, ત્યારે તેમને 114 રનનો નવો લક્ષ્ય મળ્યો.

Advertisement

અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન ઝડપી ઈનિંગ રમી શક્યો નહોતો અને જો કેપ્ટન રાશિદ ખાને છેલ્લે 10 બોલમાં 19 રન બનાવ્યા ન હોત તો કદાચ અફઘાન ટીમ 100નો આંકડો પાર કરી શકી ન હોત.

Advertisement
Tags :
Advertisement
Advertisement