For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોવિશિલ્ડ રસી લેનારાને ઉપાધિ: કંપનીએ આડઅસર સ્વીકારી

11:14 AM Apr 30, 2024 IST | Bhumika
કોવિશિલ્ડ રસી લેનારાને ઉપાધિ  કંપનીએ આડઅસર સ્વીકારી
  • યુકેની કોર્ટમાં એસ્ટ્રાઝેનેકાએ કબુલ કર્યું કે અમુક કેસોમાં રસીના ડોઝથી લોહી ગંઠાઇ જવા અને હાર્ટએટેક જેવા ખતરા

કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. આ મહામારીને કારણે અનેક લોકોના મોત થયા હતા. અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ હતી. કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી દીધી છે તે લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. આ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ રસીની આડઅસર થતી હોવાનો સ્વીકાર કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે. પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

કોરોના મહામારી દરમિયાન ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સીનને Covishield  અને Vaxjaveria સહિત ઘણા નામોથી વિશ્વભરમાં વેચવામાં આવી હતી. હાલમાં એસ્ટ્રાજેનેકા વિરૂૂદ્ધ આ રસીથી થતા મૃત્યુ સહિત અનેક ગંભીર રોગો અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કંપની પર આરોપ છે કે તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી વિકસિત કરેલી વેક્સિનમાં ઘણી આડઅસર સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા રસીની આડઅસરને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. કંપનીની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રસીકરણના સંભવિત જોખમને સ્પષ્ટ કરે છે. જેમી સ્કોટે આ મામલે કેસ દાખલ કર્યો હતો. તેણે એપ્રિલ 2021 માં એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ લીધો હતો. ત્યારબાદ તે કાયમી મગજની ઇજરીથી પીડાઈ રહ્યો છે.

Advertisement

નોંધનીય છે કે જેમી સ્કોટ સહિતના અન્ય દર્દીઓના કેસોમાં થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ  સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. આ સિન્ડ્રોમને કારણે બ્લડ ક્લોટ અને પ્લેટલેટ કાઉન્ટ ઘટવાની સમસ્યા થાય છે. એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા યુકેની હાઇકોર્ટમાં રજૂ કરાયેલા કાયદાકીય દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ રસીથી ઝઝજ જેવી આડઅસર થઈ શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે.

લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ એસ્ટ્રાઝેનેકા કંપનીએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે. હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે? જો કંપની કબૂલ કરે છે કે રસીના કારણે અમુક કેસમાં ગંભીર બીમારી અથવા મૃત્યુ થઈ શકે છે, તો તેને ભારે વળતર ચૂકવવું પડી શકે છે. મહત્વની વાત એ છે કે એસ્ટ્રાઝેનેકાના કબૂલાત છતાં કંપની રસીમાં કોઈપણ ખામી અથવા તેની વ્યાપક આડઅસરોના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે.

મહત્વનું છે કે સલામતી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી હવે ઞઊં માં ઉપયોગમાં લેવાતી નથી. જો કે ઘણા સ્વતંત્ર અભ્યાસોમાં આ રસી રોગચાળા સાથે વ્યવહાર કરવામાં ખૂબ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જો કે આડઅસરોના મામલાને કારણે આ રસી સામે તપાસ શરૂૂ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતમાં કોરોનાની મહામારીમાં 175 કરોડ કોવિશિલ્ડ રસીના ડોઝ અપાયા
કોરોના મહામારી વખતે ભારતની કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા સાથે બ્રિટનની કંપની એસ્ટ્રા જેનેકાએ કરાર કર્યા હતા અને કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરીને સમગ્ર વિશ્ર્વમાં મોકલવામાં આવી હતી. કોવિન પોર્ટલના ડેટા અનુસાર ભારતમાં કુલ અપાયેલા 218.4 કરોડ ડોઝમાંથી 175 કરોડ ડોઝ કોવિશીલ્ડના અપાયા છે આ ઉપરાંત 36 કરોડ કો-વેક્સિન અને 7.4 કરોડ કોરબેવેક્સના અપાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement