For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં સગીરાની લાજ લેવાનો પ્રયાસ

01:25 PM May 07, 2024 IST | Bhumika
જેતપુરમાં સગીરાની લાજ લેવાનો પ્રયાસ

આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાતો ગુનો

Advertisement

જેતપુરમાં અનેકવાર સગીરાઓ સાથે છેડતીના બનાવ પોલીસ ચોપડે ચડી ચુક્યાં છે. ત્યારે વધુ એક બનાવ હાલ જેતપુર સીટી પોલીસમાં નોંધાયો છે. આ મામલે સગીરાએ છેડતીની પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવા ક્વાયત શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં એક વિસ્તારમાં રહેતી સગીરાએ પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી કુશલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે જેતપુર પીઆઇ તપાસ ચલાવી રહ્યાં છે.

Advertisement

ફરિયાદમાં બાળકીએ જણાવ્યું હતું કે, આરોપી કુશલ અવારનવાર તેની પજવણી કરતો હોય તેમજ ગઇકાલે તેની છેડતી કરી નિલજ્જ હુમલો કરતા સગીરાએ તેમના પરિવારને વાત કરી જેતરપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement