For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાં બેન્ક ઓફ ઈન્ડિયાનો સ્ટ્રોંગરૂમ તોડવાનો પ્રયાસ : આરોપી ઝડપાયો

12:54 PM Jun 08, 2024 IST | Bhumika
શાપર વેરાવળમાં બેન્ક ઓફ ઈન્ડિયાનો સ્ટ્રોંગરૂમ તોડવાનો પ્રયાસ   આરોપી ઝડપાયો
Advertisement

રાજકોટના રૈયાચોકડી સોપાન હેબીટેટ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપર-વેરાવળ ભૂમિ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલ બેંક ઓફ ઈન્ડિયાના સીનીયર બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય કુમાર ભીખુભાઈ રામ ઉ.વ.34એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શાપર વેરાવળમાં જ સર્વોદય સોસાયટીમાં રહેતો ધર્મેશ શામતભાઈ રાઠોડનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી શાપર-વેરાવળ ખાતે આવેલ બેંક ઓફ ઈન્ડિયાના છેલ્લા એક મહિનાથી સીનીયર બ્રાંચ મેમેજર તરીકે ફરજ બજાવતા હોય ગત તા. 6-6-24ના સાંજે 7:30 વાગ્યે બેંક બંધ કરી તમામ કર્મચારીઓ પોતાના ઘરે ગયા હતા અને બાદમાં 7-6-24ના રાત્રીના 2:46 મીનીટે ફરિયાદીના મોબાઈલમાં બેંકમાં થતી હલચલ અંગેની એલર્ટરીંગ વાગી હતી.બેંકમાં ચોર ઘુસ્યાનું જાણવા મળતા સીનીયર મેનેજરે બેંક કર્મચારી

Advertisement

વિશાલ કુમારને જાણ કરી શાપર વેરાવળ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે રાત્રીના 3:30 વાગ્યે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ કાફલા સાથે બેંક ઓફ ઈન્ડિયામાં દોડી ગયા હતા આ વખતે બેંકમાંથી જ ગ્રાઈડીંગ મશીન સાથે ધર્મેશ સામતભાઈ રાઠોડ રંગેહાથ ઝડપાયો હતો.

બેંકના અધિકારીઓ અને પોલીસ કાફલો બેંક પર પહોંચ્યો ત્યારે આરોપી પોતાની પાસે રહેલ ગ્રાઈડીંગ મશીનથી સીઆરએમ મશીન અને તીજોરી તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે મુદ્દે આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ બનાવની તપાસ શાપર-વેરાવળના પીએસઆઈ આર.કે. ગોહિલ, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement