For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માસિયાઇ ભાઇના કોર્ટ કેસનો ખાર રાખી યુવાન ઉપર છરી-તલવાર, પાઇપથી હુમલો

04:44 PM Jun 17, 2024 IST | admin
માસિયાઇ ભાઇના કોર્ટ કેસનો ખાર રાખી યુવાન ઉપર છરી તલવાર  પાઇપથી હુમલો

તારા હાથ-પગ ભાંગી નાખવા છે કહી પિતા-પુત્ર સહિત 3 શખ્સો તૂટી પડયા: એટ્રોસિટીની ફરિયાદ

Advertisement

શહેરના નાનામવા રોડ પર માસીયાઇ ભાઇના કોર્ટ કેસનો ખાર રાખી યુવાન ઉપર પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ છરી, તલવાર અને પાઇપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે પોલીસે એટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર ભીમનગર શેરી નં.6માં રહેતા અને પાનની દુકાન ચલાવતા મુકેશ કાંતીભાઇ મકવાણા (ઉ.32) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મુન્નાભાઇ તેનો પુત્ર અરમાન અને મુન્નાભાઇના જમાઇ શાહનવાઝનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેના માસીયાઇ ભાઇએ એક વર્ષ પહેલા મુન્નાભાઇ અને કાનજીભાઇ બાબરીયા ઉપર એટ્રોસીટીની ફરીયાદ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલુ હોય ગઇકાલે આરોપીઓએ તેના માસીયાઇ ભાઇ મહેશ

Advertisement

વગડાને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. પરંતુ મહેશે સમાધાન કરવાની ના પાડી દીધી હતી.
જેથી આરોપીઓએ તેનો ખાર રાખી ફરીયાદી નાનામવા રોડ પર આરોપી મુન્નાભાઇના ડેલા સામે આવેલી પોતાની પાનની દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ તેના ડેલામાં લઇ જઇ તારા માસીયાઇ ભાઇએ મારી ઉપર એટ્રોસીટીનો કેસ કરી શું ઉખાડી લીધું? તેમ કહી છરી, પાઇપ અને તલવાર વડે હુમલો કરી આજે તારા હાથ-પગ ભાંગી નાખવાના છે. તેમ કહી ધમકી આપી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે તાલુકા પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement