For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢોલરા લોનની ઉઘરાણી કરવા ગયેલા ફાઈનાન્સ કંપનીના બે અધિકારી પર હુમલો

11:53 AM May 10, 2024 IST | Bhumika
ઢોલરા લોનની ઉઘરાણી કરવા ગયેલા ફાઈનાન્સ કંપનીના બે અધિકારી પર હુમલો
Advertisement

પિતા, બે પુત્રોએ બાઈકના ચડત હપ્તા નહીં ચુકવી લાકડીથી મારમારી ધમકી આપી

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ નજીક આવેલ ઢોલરા ગામે લોનમાં બાઈક છોડાવ્યા બાદ હપ્તા નહીં ભરતાં પરિવાર પાસે ચડત હપ્તા વસૂલ કરવા ગયેલા ઉજજીવન સ્મોલ ફાયનાન્સના મેનેજર સહિત બે કર્મચારીઓ પર પિતા અને બે પુત્રએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતા શ્રીરામ હાઈટસ પાસે રહેતા અને ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં ભાવેશભાઈ દિલીપભાઈ મકવાણા (ઉ.35)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઢોલરા ગામના જયંતિભાઈ દવેરા અને તેના બે પુત્રોના નામ આપ્યા છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મોલ ફાયનાન્સ કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતાં હોય અને સમગ્ર સૌરાષ્ટ્ર તેમના અન્ડરમાં આવતું હોય ગત તા.4-5-2024નાં રાજકોટ મવડી ચોક ખાતે આવેલ ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ફરિયાદી હાજર રહ્યા હતા અને બાદમાં રાજકોટ બેંકના કર્મચારી વિશાલભાઈ ધીરૂભાઈ જમોડ સાથે મીટીંગ પૂર્ણ થયા બાદ ઢોલરા ગામે લોનના હપ્તાની વસૂલાત કરવા ગયા હતાં.

ઢોલરા ગામના જયંતિભાઈ દવેરાએ તેમની પત્ની રસિલાના નામે બેંકમાંથી લોન ઉપર બાઈક છોડાવેલ હોય જેના ત્રણ હપ્તા ચડી ગયેલ હોય જે પેટે આઠ હજાર રૂપિયા લેવાના નીકળતાં હોય જેની વસૂલાત કરતાં આરોપીએ પૈસા ચુકવી દીધા છે તેમ કહી બેંક મેનેજર અને કર્મચારીને ઢીકા પાટુનો માર મારી ઘરમાંથી તગડી મુકયા હતાં.
ત્યારબાદ બેંક મેનેજર અને કર્મચારી ઢોલરા ગામના દરવાજા પાસે જ ઉભા હતાં ત્યારે ફરી પિતા અને બે પુત્રો ધસી આવી હજુ અહિં કેમ ઉભા છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement