For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટમાં મેનેજિંગ ટ્રસ્ટી પરનો હુમલો પૂર્વયોજિત હોવાનું ખુલ્યું

12:22 PM Dec 27, 2023 IST | Sejal barot
આટકોટમાં મેનેજિંગ ટ્રસ્ટી પરનો હુમલો પૂર્વયોજિત હોવાનું ખુલ્યું

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલ માતૃશ્રી ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટના મેેનેજીંગ ટ્રસ્ટી પર ઓફિસમાં ઘુસી ઘાતક હથીયાર વડે હુમલો કરવાના પ્રકરણમાં પોલીસે ભાજપના આગેવાન રૂડા ભગત સહીતના 40 શખ્સો સામે ગુનો નોંધ્યો છે ત્યારે પોલીસ તપાસમાં હુમલો પૂર્વયોજીત હોવાનું અને હુમલાખોરો 6 વાહનોમાં ધસી આવી સંકુલના તમામ કર્મચારીઓના મોબાઇલ પડાવી લીધા બાદ ટેલીફોનના વાયર કાપી નાખી હુમલો કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ આટકોટ ગાયત્રીનગરમાં રહેતા મેનેજીંગ ટ્રસ્ટી અરજણભાઇ લીંબાભાઇ રામાણી (ઉ.71) ગઇકાલે સવારે આટકોટ ભાવનગર રોડ પર આવેલ માતૃશ્રી ડી.બી. મહેતા એજયુકેશન ટ્રસ્ટ સંકુલમાં આવેલ ઓફિસે બેઠા હતા ત્યારે સ્વીફટ, બોલેરો, સ્કોર્પીયો, બ્રેજા સહીતના 6 વાહનમાં ઘાતક હથીયાર સાથે ધસી આવેલા રૂડાભગત સહીતના 40 શખ્સોએ તું રાજીનામુ આપીને સુરત ચાલ્યો જા તેમ કહી મેનેજીંગ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો. સવારે બનેલી આ ઘટના સંદર્ભે આટકોટ પોલીસે મોડીરાતે મેનેજીંગ ટ્રસ્ટી અરજણભાઇ રામાણીની ફરીયાદ પરથી ભાજપના આગેવાન રૂડાભગત સહીતના 40 જેટલા શખ્સો સામે પુર્વયોજીત કાવત્રુ રચી ઘાતક હથીયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તોડફોડ કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં હુમલાખોરો બે દિવસથી મેનેજીંગ ટ્રસ્ટીની રેકી કરી રહ્યા હતા અને ગઇકાલે સવારે ફરીયાદી ઘરેથી સંકુલ પહોંચ્યા બાદ રૂડાભગતની આગેવાની હેઠળ 40 જેટલા શખ્સો વાહનોમાં સંકુલે ધસી આવ્યા હતા. સૌ પ્રથમ હુમલાખોરોએ સંકુલના તમામ કર્મચારીના મોબાઇલ પડાવી લીધા હતા ત્યારબાદ ઓફિસના ટેલીફોનના વાયર કાપી મેનેજીંગ ટ્રસ્ટીને રાજીનામું આપી દેવાનું કહી હુમલો કર્યો હતો. એજયુકેશન ટ્રસ્ટમાં રૂડાભગત ઉર્ફે રૂડાભાઇ ભવાનભાઇ ભાધાણી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ગજેન્દ્ર રામાણીને બેસાડવા માંગતા હોય જેના કારણે ફરીયાદીને ડરાવવા હુમલો કર્યો હતો. વધુમાં જણાવ્યા પ્રમાણે 2011થી ફરીયાદી અને રૂડાભગત વચ્ચે મનદુ:ખ ચાલ્યુ આવતું હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement