For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાં ખરા બપોરે દેકારો કરતી ત્રિપુટીને ના પાડતા માતા-પુત્ર પર હુમલો

03:37 PM May 11, 2024 IST | Bhumika
શાપર વેરાવળમાં ખરા બપોરે દેકારો કરતી ત્રિપુટીને ના પાડતા માતા પુત્ર પર હુમલો
Advertisement

શેરીનો દરવાજો હવે ખુલ્લો રાખજો નહીંતર મકાન વેચી જતા રહો તેમ કહી ધમકી આપી

રાજકોટની ભાગોળે આવેલ શાપર-વેરાવળમાં કાળઝાળ ગરમીના કારણે ખરા બપોરે શેરીમાં દેકારો કરતી ત્રિપુટીને વૃદ્ધા સમજાવવા જતા માતા-પુત્ર પર ત્રણ શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળ શાંતિધામ સોસાયટી શેરી નં.14માં રહેતા ગીતાબા રઘુવીરસિંહ ઝાલા (ઉ.70)એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં હુમલાખોર તરીકે શેરીમાં રહેતા સંદીપ રાજુભાઇ, મીત રાજુભાઇ અને કાળઉ મહેશભાઇના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જાણાવ્યા પ્રમાણે ગઇકાલે બપોરે ત્રણેય શખ્સો શેરીમાં લોંખડનો દરવાજો ખખડાવી દેકારો કરતા હોય જેના કારણે ફરીયાદી વૃદ્ધા ઘરની બહાર નીકળી ખરા બપોરે દેકારો નહી કરવાનું આરોપીને કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો દઇ વૃદ્ધાને ધક્કો મારી પછાડી દીધા હતા.

આ બાબતે ઘરમાં ઉપરના રૂમમાં શુતેલ પુત્ર છત્રપાલસિંહ દોડીને ઘરની બહાર આવતા ત્રણેય શખ્સોએ તેના પર પણ પાઇપ હુમલો કરી શેરીનો દરવાજો હવેથી ખુલ્લો રાખજો નહીંતર મકાન વહેંચી જતા રહો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે પોલીસે ઘવાયેલા વૃદ્ધાની ફરીયાદ પરથી ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement