For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાંદી બજારમાં મતદાન પૂરું થયા બાદ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ઉપર હુમલો

12:37 PM May 08, 2024 IST | Bhumika
ચાંદી બજારમાં મતદાન પૂરું થયા બાદ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ઉપર હુમલો
Advertisement

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોંગ્રેસ ના એક કાર્યકર મહાલક્ષ્મી ના ચોક વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર નવ ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ પિયુષ પરમાર પર હુમલો કરાયો હતો, અને તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની જાણ થતાં જામનગર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા સહિતના અન્ય કોંગી અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, તેમજ હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.
મતદાનની પ્રક્રિયા દરમિયાન રકઝક થયા બાદ મોડી સાંજે હુમલા નો બનાવ બન્યો હતો. આ બનાવને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement