For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ તોડકાંડના મામલે ભોગ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન નોંધતી ATS

06:10 PM Jan 29, 2024 IST | Bhumika
જૂનાગઢ તોડકાંડના મામલે ભોગ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન નોંધતી ats

તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી પણ સામે આવી

Advertisement

જૂનાગઢ તોડકાંડ મામલે ભોગ બનનાર કાર્તિક ભંડારી ગુજરાત ATSપહોંચ્યા છે. જેમાં તોડકાંડ કેસમાં નિવેદન લેવાની પ્રક્રિયા શરૂૂ કરાઈ છે. તેમજ ભોગ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન લેવાયું છે. પુરાવા અને બેન્ક એકાઉન્ટના સ્ટેન્ટમેન્ટને લઈ તપાસ કરવામાં આવી છે.

બેન્ક એકાઉન્ટ સિઝ કરીને રૂૂપિયા 25 લાખની માંગ કરાઈ હતી. જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી છે. તેમજ 315 બેંક એકાઉન્ટની વિગતની તપાસ હાલ ચાલુ છે. ત્યારે તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી સામે આવી છે. સિનિયરથી લઈ બેંક કર્મીઓની સંડોવણી સામે આવી છે. એસઓજીની કચેરીમાંથી થયેલા ફોન કોલની તપાસ કરાશે.

Advertisement

સટ્ટાકાંડનાં આરોપી કેરળનાં કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. એકાઉન્ટને ચાલુ રાખવા દેવા પોલીસે રૂૂપિયાની માંગ કરી હતી. તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂૂ કરી છે. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. ઈઙઈંથી માંડીને અજઈં પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો.

સર્કલ પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અરવિંદ ગોહીલ, અને અજઈં દીપક જાની, આ ત્રણેય આણી મંડળીએ કેરળના વેપારી પાસેથી બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે 25 લાખ માગ્યા હતા. વેપારીની ફરિયાદની તપાસમાં મોટાપાયે ભોપાળુ સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં ત્રણેય વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement