For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એથ્લિટ યુસેન બોલ્ટ બન્યો T-20 વર્લ્ડ કપ-2024નો બ્રેન્ડ-ઍમ્બેસેડર

01:25 PM Apr 26, 2024 IST | Bhumika
એથ્લિટ યુસેન બોલ્ટ બન્યો t 20 વર્લ્ડ કપ 2024નો બ્રેન્ડ ઍમ્બેસેડર

વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં 1 જૂનથી 29 જૂન સુધી રમાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જમૈકાના ઍથ્લીટ યુસેન બોલ્ટને બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે. બોલ્ટે બીજિંગમાં 2008ની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો, જ્યાં તેણે વર્લ્ડ રેકોર્ડ સમયમાં 100 મીટર, 200 મીટર અને 4X100 મીટરની રેસ જીતી હતી. બોલ્ટ હાલમાં આ ત્રણેય રેસમાં અનુક્રમે 9.58 સેક્ધડ, 19.19 સેક્ધડ અને 36.84 સેક્ધડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. વેસ્ટ ઇન્ડીઝને સપોર્ટ કરી રહેલા 37 વર્ષના નિવૃત્ત દોડવીર યુસેન બોલ્ટે કહ્યું હતું કે નક્રિકેટ કેરિબિયનના જીવનનો એક ભાગ છે, રમત હંમેશાં મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. અમે ઝ20 વર્લ્ડ કપમાં જે ઊર્જા લાવીશું એનાથી ક્રિકેટને 2028માં લોસ ઍન્જલ્સ ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની મોટી તક મળશે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement