For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂત્રધાર સમીરના કહેવાથી ત્રિપુટીએ પાંચ સ્થળે લૂંટ ચલાવી

03:53 PM Jun 21, 2024 IST | admin
સૂત્રધાર સમીરના કહેવાથી ત્રિપુટીએ પાંચ સ્થળે લૂંટ ચલાવી

એક જ રાતમાં પાંચ લૂંટ ચલાવનાર ત્રિપુટી રિમાન્ડ ઉપર

Advertisement

નશો કરવા માટે રૂપિયા ખૂટી જતાં રેસકોર્સ રિંગ રોડ ઉપર આવી લૂંટનો પ્લાન બનાવ્યો

રાજકોટમાં એક જ રાતમાં પાંચ અલગ અલગ સ્થળોેએ વાહન ચાલકોને રોકી છરીની અણીએ લુંટ ચલાવનાર ત્રિપુટીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ પુછપરછમાં આ લુંટ પાછળ સુત્રધાર તરીકે સમીર ઉર્ફે સમલો હોવાનું જાણવા મળ્યું છે. ગાંજો પીવાની ટેવ ધરાવતાં આ ચારેય શખ્સોએ નશો કર્યા બાદ વધુ નશો કરવા માટે રૂપિયા ખાલી થઈ જતાં સમીરના કહેવાથી ત્રિપુટીએ લુંટનો પ્લાન ઘડયો હતો. રેસકોસ રીંગ રોડની પારીએ બેસી કયાં લુંટ ચલાવવી તે પ્લાન બનાવ્યા બાદ એક પછી એક પાંચ લુંટને અંજામ આપ્યો હતો. સુત્રધાર સમીરને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે.
રાજકોટમાં એક જ રાતમાં પાંચ સ્થળોએ લુંટના બનાવમાં હાલ પોલીસ ફરિયાદમાં ત્રણ ફરિયાદી ફરિયાદ માટે આવ્યા હોય અન્ય બે ફરિયાદીને ફરિયાદ કરવા માટે પોલીસે તેડુ મોકલ્યું છે. લુંટની અલગ અલગ બનેલી ઘટનામાં યાજ્ઞીક રોડ પર આદિવાસી યુવાન માનસિંગ કાળુ ઘોડને ઉભો રાખી સોનાની 12000ની બે કડી અને 1500ની લુંટ ચલાવી હતી. જ્યારે મવડી બ્રીજ પાસે કાનજી વલ્લભ ઠુમ્મરને રોકી 10 હજારની રોકડની લુંટ તેમજ મોકાજી સર્કલ પાસે રીક્ષા ચાલકને લુંટ લેવાયો હતો. સમગ્ર ઘટનામાં સંડોવાયેલ ટોળકીને પકડી લેવા ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તપાસ કરી હતી.
આ પાંચ લુંટમાં સંડોવાયેલ કોઠારીયા સોલવન્ટ પાસે રહેતો ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમાર (ઉ.વ.21), સાધુ વાસવાણી રોડ પર ગુરૂજી આવાસ યોજનામાં રહેતો રમીજ ઈમરાન જેસડીયા (ઉ.19), કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા નિલેષ ઉર્પે ભુરી ઉર્ફે ભુરો ગોપાલભાઈ વાઘેલા (ઉ.21)ને ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ત્રિપુટીની પુછપરછમાં લુંટ માટેની પ્રેરણા સમીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબાએ આપી હોવાનું ખુલ્યું હતું તેમજ આ ત્રિપુટીએ ભક્તિનગર સર્કલ પાસે ચાલીને જતાં એક વ્યક્તિ પાસેથી એક હજાર રોકડ અને ગોંડલ રોડ પર શિવ હોટલ પાસે પગપાડા જતાં એક યુવાન પાસેથી મોબાઈલની લુંટ ચલાવી હોવાનું કબુલ્યું હતું. આ લુંટ ચલાવવા માટે સુત્રધાર સમીર ઠેબાએ જ આ ત્રિપુટીને પ્રેરણા આપી હતી. આ ચારેય શખ્સો ગાંજાનો નશો કરવા માટે કોઠારીયા સોલવન્ટ ભેગા થયા હતાં. અને ગાંજો પીધા બાદ વધુ નશો કરવા રૂપિયા ખલાસ થઈ જતાં સમીરે લુંટ કરવા માટે ત્રિપુટીને કહ્યું હતું. જેથી આ ત્રિપુટી રેસકોર્ષ રીંગ રોડ પર આવી હતી અને રીંગ રોડની પારીએ બેસી લુંટનો પ્લાન બનાવ્યા બાદ એક પછી એક પાંચ સ્થળે લુંટ ચલાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલ ભરત પરમાર સામે સાત જેટલા ગુના, જ્યારે નિલેશ સામે પાંચ ગુના અને રમીજ વિરૂધ્ધ એક ગુનો નોંધાયેલો છે.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને તેમની ટીમના પીએસઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ એ.એન.પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement