For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ વિધાનસભાના બેઠકવાર EVM-VVPAT રવાના

12:51 PM Apr 10, 2024 IST | Bhumika
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ વિધાનસભાના બેઠકવાર evm vvpat રવાના

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની દેખરેખ હેઠળ આજે સવારે EVMઅને VVPATની 13 - જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળના જિલ્લાના પાંચે ય વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે EVMઅને VVPAT વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. આ EVMઅને VVPATને સંબંધિત વિધાનસભા બેઠકના સ્ટ્રોંગરુમમાં સુરક્ષિત રીતે રાખી દેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયા ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા અનુસરતા જરૂૂરી નિરીક્ષણ કર્યા બાદ EVMઅને VVPATને વેરહાઉસમાંથી બહાર લાવી રેન્ડેમાઈઝેશન દ્વારા થયેલ ફાળવણી મુજબ જીલ્લાની પાંચે ય વિધાનસભા મતવિસ્તારવાર અને માણાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ફરજ પરના અધિકારી -કર્મચારીને ચૂંટણી પંચના નિર્દેશો મુજબની પ્રક્રિયા અનુસાર EVMઅને VVPATની સોંપણી કરવામાં આવી હતી. આ EVMઅને VVPATની સોંપણી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

Advertisement

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા મતવિસ્તારના કુલ 1335 મતદાન મથક છે, તેને ધ્યાનમાં રાખીને 125 ટકા લેખે 1667 બેલેટ યુનિટ અને તેટલા કંટ્રોલ યુનિટ અને 135 ટકા લેખે 1796 VVPAT ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 85- માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 277 મતદાન મથક છે, તેને લક્ષમાં રાખી 125 ટકા લેખે 346 બેલેટ યુનિટ તથા 346 કંટ્રોલ યુનિટ અને 135 ટકા લેખે 373 VVPATની ફાળવણી થઈ છે.

આ તકે નિવાસી અધિક કલેક્ટર એન.એફ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, ઈવીએમના નોડલ અધિકારી ઝાંપડા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ ચરણસિંહ ગોહિલ, કિસન ગરચર, કે.પી. ગોહિલ, હિરલ ભાલાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ટેકનોલોજીના ઉપયોગથી ક્ષતિરહિત રીતે EVM-VVPATની થતી સોંપણીચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, EVM-ટટઙઅઝ સોંપતી અને સંભાળતી વખતે જરૂૂરી કાગળ પરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સાથે જ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ પર રહેલા એક કોડને સ્કેન કરવામાં આવે છે. રેન્ડેમાઈઝેશન દ્વારા EVM-VVPATની ફાળવણી જે તે વિધાનસભા મત વિસ્તારને થઈ છે. તે મુજબનું EVMVVPATહોય તો જ રિસીવ કરનાર કર્મચારી ઊખજ સોફ્ટવેરમાં સ્કેન કરી શકે છે. આમ, એક વિધાનસભા મતવિસ્તારનું EVM-VVPATઅન્ય વિધાનસભા મત વિસ્તારમાં જતુ અટકે છે અને જવાની શક્યતા પણ રહેતી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement