For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢોર બાંધવા બાબતે ભાણવડના મહિલા ઉપર હુમલો: ચાર શખ્સો સામે ફરિયાદ

11:12 AM Apr 06, 2024 IST | Bhumika
ઢોર બાંધવા બાબતે ભાણવડના મહિલા ઉપર હુમલો  ચાર શખ્સો સામે ફરિયાદ

Advertisement

ભાણવડમાં મંત્રી સોસાયટી ખાતે રહેતા મોતીબેન સામતભાઈ અરશીભાઈ કાંબરીયા નામના 45 વર્ષના મહિલાના કબજાની વાડીમાં આરોપી એવા મેવાસા ગામના પુંજા અરશી કાંબરીયા તેના માલઢોર બાંધતા હોય, જેથી ફરિયાદી મોતીબેનએ તેમને ના પાડતા આ બાબતનો ખાર રાખી આરોપી પૂંજા અરશી ઉપરાંત અન્ય આરોપીઓ વિમલ વજશી પિંડારિયા, વિશાલ મસરી પિંડારિયા અને ભરત લખુ પિંડારિયા નામના ચાર શખ્સોએ ફરિયાદીની વાડીના ખેતરમાં પ્રવેશ કરી, ફરિયાદી મોતીબેન તથા તેમના પુત્ર નિકુંજ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે મેવાસા ગામના તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

_________________________

ખંભાળિયા, ભાટીયામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા હાજા હરિયા બુધિયા નામના 29 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 4,800 ની કિંમતની વિદેશી દારૂની બાર બોટલ સાથે તેમજ સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતા મયુર સાજણ ચાવડા (ઉ.વ. 27) ને વિદેશી દારૂની એક બોટલ સાથે તથા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કિશન નારણભાઈ આંબલીયા નામના 24 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે બીયરના છ ટીન સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement